Categories: Gujarat

Video: PAAS-SPGના કન્વીનરો ક્યાંથી લડશે ચૂંટણી? કોંગ્રેસ આ કન્વીનરોને આપી શકે છે ટિકીટ?

આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, એવામાં ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોણ પાટીદારોને મેદાનમાં ઉતારશે તે જોવાનું રહ્યું છે. જો કે અનામત આંદોલન સાથે જોડાયેલા કન્વીનરો ચૂંટણી લડી તેવી શક્યતા ભરપૂર છે. (આ સમાચાર અંગેનો વીડિયો જુઓ નીચે…)

ઉલ્લેખનીય છે કે PAAA અને SPG બંનેના કન્વીનરોએ કોંગ્રેસ પાસે ચૂંટણીમાં ટિકીટ માગી છે. હવે પાસ અને SPGના કન્વીનરો પોતાનું આંદોલન છોડી રાજકારણમાં જોતરાઇ શકે છે. જો કે કયા કન્વીનરો કઈ સીટ પરથી ચૂંટણી લડી શકે છે તેની સંભવિત ઉમેદવારોની યાદી Vtv પાસે છે. જેમાં સંભવિત ઉમેદવારોમાં પાસ કન્વીનરમાં મોરબીના મનોજ પનારા, ધોરાજી લલિત વસોયા, બોટાદના દિલીપ સાબવા, પાટણના કિરીટ પટેલ, વટવાના ગીતા પટેલ, ગોંડલના દિનેશ બાંભણીયા, ગોધરાના ઉદય પટેલ, ગારિયાધરના ધરમ બલ્લર છે.

બીજી તરફ SPGમાં વટવાના નચિકેત મુખી અને ઊંઝાના ભવલેશ પટેલ છે. હાલ પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારોને લઇને દિલ્લીમાં મંથન કરી રહ્યું છે. જો કે કોગ્રેસ તરફથી કોઈ અધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ કોંગ્રેસ 16 નવેમ્બરે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. તેમાં પાસના કન્વીરનો કેટલા હશે, તે જાણવું રહ્યું.

બીજી તરફ હાર્દિક પટેલે કોંગ્રેસને પાસ કન્વીનરોની યાદી આપી છે. શું પાસ કન્વીનરોને કોંગ્રેસ ટિકીટ આપશે કે નહીં તે એક સવાલ છે. બીજો સવાલ એ પણ છે કે શું હાર્દિક કોંગ્રેસમાં જોડાશે? શું હાર્દિક પણ ચૂંટણી માટે ટિકીટ માંગશે?

PAASના સંભવિત ઉમેદવાર જેને કોંગ્રેસ આપી શકે છે ટિકીટ
મનોજ પનારા – મોરબી
લલિત વસોયા – ધોરાજી
દિલીપ સાબવા – બોટાદ
કિરીટ પટેલ – પાટણ
ગીતા પટેલ – વટવા, અમદાવાદ
દિનેશ બાંભણીયા – ગોંડલ
ઉદય પટેલ – ગોધરા
ધરમ બલ્લર – ગારિયાધર

SPGના સંભવિત ઉમેદવાર જેને કોંગ્રેસ આપશે ટિકીટ?
નચિકેત મુખી – વટવા, અમદાવાદ
ભવલેશ પટેલ – ઊંઝા

કોના લેવાયા સેન્સ ?
પરેશ કાછડીયા અને કેકે – કામરેજ
બી.એમ. માંગુકીયા – નિકોલ, અમદાવાદ

વાંચો ચૂંટણી અંગેના અન્ય મહત્વના સમાચારો….
અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન, ‘પ્રાંતિજમાં શંકર ચૌધરીની સામે ગેનીબેન ચૂંટણી લડશે’, કોંગ્રેસે જાહેર કર્યાં નથી
ગુજરાત ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વઃ જાણો કઈ બેઠક પર કેટલા ટકા પાટીદારોનું પ્રભુત્વ છે?
Video: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો સર્વેઃ BJPનો કેસરિયો લહેરાશે, તેવો દાવો

Navin Sharma

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

7 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

8 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

9 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

10 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

10 hours ago