મોદી, શાહ, કેજરીવાલ, રાહુલ ગાંધી જેવા નેતાઓના 60%થી વધુ ટ્વિટર ફોલોઅર્સ છે નકલી!

લોકનેતાઓની લોકપ્રિયતાનો આધાર સોશિયલ મીડિયા પર તેમની ફોલોઈંગ કેટલી છે તેના પરથી આજકાલ આંકવામાં આવે છે. ટ્વિટર આ મામલે ખાસ મહત્વના છે, પરંતુ ટ્વિટર પર ઘણા નેતાઓનો ફોલોઅર્સ ફેક હોવાનું સાબિત થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના 60%થી વધુ ફોલોઅર્સ ફેક એટલે કે નકલી હોય છે. એક અંગ્રેજી સમાચારપત્રે ટ્વિટર ઑડિટની મદદથી દેશના ટોચના નેતાઓના ફેક ટ્વિટર ફોલોઅર્સ શોધી કાઢ્યા હતા.

આ ઑડિટ પ્રમાણે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 61 લાખ 15 હજાર ફોલોઅર્સ છે, જેમાંથી 69ટકા ખોટા છે. બીજી તરફ 1 કરોડથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતા અમિત શાહના 67ટકા ફોલોઅર્સ નકલી છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેતા કોંગ્રેસના નેતા શશિ થરૂરના 62 ટકા ફોલોઅર્સ નકલી છે.

pm મોદીના 61ટકા ફોલોઅર્સ ફેક
ફેક ફોલોઅર્સની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે 61ટકા સાથે ચોથા નંબર પર છે. દિલ્હીના મુખ્યમંત્રી અને ‘આપ’ના અરવિંદ કેજરીવાલના પણ અડધાથી વધુ ફોલોઅર્સ ફેક છે. રાજકારણમાં પ્રવેશ કરનાર સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના પણ 26ટકા ફોલોઅર્સ નકલી છે.

કેવી રીતે કામ કરે છે ટ્વિટર ઑડિટ?
ટ્વિટર ઑડિટની વેબસાઈટ પ્રમાણે આ ટૂલ દ્વારા 5000 ફોલોઅર્સનું સેમ્પલ લેવામાં આવે છે અને તેમના ટ્વિટ્સ, ફોલોઅર્સ, મ્યુચ્યુઅલ ફોલોસ અને અન્ય પેરામીટર્સના આધારે આ નક્કી કરવામાં આવે છે. જેના પરથી નકલી ફોલોઅર્સ પકડી શકાય છે.

You might also like