ઓટ્સ પેન કેક

સામગ્રી

1 કપ ઓટ્સ

½ કપ સોજી

1 ચમચી લાલ મરચા પાવડર

1 ચમચી ગરમ મસાલો

મીંઠુ સ્વાદ અનુસાર

1 કેપ્સીકમ મરચું (સમારેલુ)

1 ગાજર (સમારેલુ)

1 ડુંગળી (સમારેલી)

1 ચમચી લીલા ઘાણા (સમારેલા)

2 કપ પાણી

તેલ તળવા માટે

બનાવવાની રીતઃ સૌથી પહેલાં ઓટ્સને મિક્ચરમાં ગ્રાઇન્ડ કરી લો. ત્યાર બાદ ગ્રાઇન્ડ કરેલા ઓટસને એક બાઉલમાં રાખો. હવે તેમાં હળદર, મીંઠુ, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો અને સોજી એડ કરો અને બરોબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સિકમ મરચા, લીલા ઘાણા અને ડુંગળી એડ કરીને બરોબર મિક્સ કરો. ત્યાર બાદ મિશ્રણમાં પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવો. હવે એક પેનને ગેસ પર મૂકી તેની પર તેલ સ્પ્રેડ કરો. તૈયાર મિશ્રણને પેન પર સ્પ્રેડ કરીને લાઇટ બ્રાઉન કલરની કેક થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો. પેનકેક બ્રાઉન કલરની થાય પછી તેને ગેસ પરથી ઉતારી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like