OROP પર સરકાર લોકોને ગુમરાહ કરી રહ્યા છે

નવી દિલ્હી : વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) પર આંદોલન કરી રહેલા પુર્વ સૈનિકોએ સરકાર પર આરોપો લગાવ્યા છે. પુર્વ સૈનિકોએ આરોપ લગાવ્યો કે સરકાર સતત ગોલપોસ્ટ બદલી રહી છે. સરકાર આ મુદ્દે કોઇ નક્કર પગલા પણ નથી લઇ રહી કે ન તો કોઇ નક્કર પ્રસ્તાવ લાવી રહી છે. સરકાર આ મુદ્દે પુર્વ સૈનિકો અને નાગરિકોને ગુમરાહ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારનાં અમુક નેતાઓ આ યોજના લાગું કરતા પડનારા નાણાકીય બોજનાં ખોટા આંકડાઓ રજુ કરી રહ્યા છે. 

પૂર્વ સૈનિકોનાં સંયુક્ત મોર્ચાનાં મીડિયા સલાહકાર કર્નલ અનિલ કૌલે જણાવ્યું કે અમે ક્યારે પણ માસિક આધાર પર પેન્શન રિવિઝનની માંગ નથી કરી, પરંતુ નિયત સમય પર રિવિઝન ઇચ્છે છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે માંગ અને બોનાન્ઝા જેવા શબ્દોનો ઉપયોગ ન કરવામાં આવે. 

પુછવામાં આવ્યું કે સરકારે ઓઆરઓપીની એક તરફની પોતાની શર્તો અનુસાર જાહેરાત કરી ત્યારે શું થશે. ત્યારે કોલે કહ્યું કે જો સરકારનું પેન્શન તે પરિભાષા અનુસાર નહી હોય જે અંગે સંમતી થઇ છે. તો અમે તેનો સ્વિકાર નહી કરીએ. 

ટુંકમાં જ વિધાનસભા ચૂંટણી આવી રહી છે બિહારમાં આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોની વિરોધ રેલી અંગે પુછવામાં આવેલ રિટાયર્ડ ગ્રુપ કેપ્ટન વી.કે ગાંધીએ કહ્યું કે અમે કોઇ રાજનીતિક વલણ નખી દેખાડી રહ્યા, પરંતુ જનતાને કહેશું કે તેઓ તે પાર્ટીને જ મત્ત આપે જે આપેલા વચન પુરા કરે. 

You might also like