OROP અંગે અમારો પ્રસ્તાવ વધારે સારો હતો : કોંગ્રેસ

નવી દિલ્હી : મોદી સરકારે પુર્વ સૈનિકોની માંગણી મંજુર કરતા શનિવારે વન રેન્ક વન પેન્શન લાગુ કરી દીધું હતું. તેને લાગુ કર્યા બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પૂર્વસંરક્ષણ મંત્રી એ.કે એન્ટનીએ જણાવ્યું કે મોદી સરકારનો નિર્ણય ખુબ જ નિરાશાજનક છે.

એનડીએ તેને મંજુર કરવાની ક્રેડિટ લઇ રહી છે પરંતુ યૂપીએ સરકારે 2014માં જ વન રેન્ક વન પેન્શનને સ્વિકારી લીધું હતું અને આ અંગે કામ ચાલી રહ્યું હતું.તેમણે આગળ કહ્યું કે યૂપીએ સરકાર પૂર્વ સૈનિકો માટે ખુબ જ ગંભીર હતી, અમારો પ્રસ્તાવ એનડીએ સરકારનાં વર્તમાન પ્રસ્તાવથી સારો હતો.

યૂપીએ સરકારે ગત્ત દસ વર્ષોમાં ત્રણ વાર પૂર્વ સૈન્યકર્મીઓની પેન્શનમાં વધારો કર્યો હતો. આ સ્તર પર કોઇ પણ સરકારે પેન્શનમાં વધારો નથી કર્યો. તે ઉપરાંત કપિલ સિબ્બલે કહ્યું કે ભાજપે પુર્વ સૈનિકો સાથે રમત કરી છે કારણ કે વન રેન્ક વન પેન્શન યૂપીએ સરકારનો નિર્ણય હતો. તેઓ કહે છે કે તેઓ પુર્વસૈનિકોનું સન્માન કરે છે.

14 ઓગષ્ટનાં રોજ જંતર મંતર પર લાઠીચાર્જ કરતા સમયે શું તેઓ પૂર્વ સૈનિકોનું સન્માન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વ સૈનિકોની માંગણીઓ યોગ્ય છે અને અમે તેની સાથે ઉભા છીએ.જો કે તે દુખની વાત છે કે સરકાર તે લોકો સાથે રાજનીતિ કરી રહી છે. 

You might also like