OROPની માગણી કરી રહેલા પૂર્વ સૈનિકોના સંગઠનમાં તિરાડ

નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનની માગણીને લઈને છેલ્લા ત્રણ મહિનાથી અાંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંગઠનમાં ગઈ કાલે પૂર્વ સૈનિકોના એક સંગઠને તેનાથી અલગ થવાની જાહેરાત કરી. ઇન્ડિયન એક્સ સર્વિસીસ લીગના પ્રેસિડેન્ટ લેફ્ટન્ટ જનરલ બલવીરસિંહે કહ્યું કે અમે યુઅેફએસએમને તેનાથી અલગ થવાના નિર્ણય અંગે જાણ કરી છે.

અા અાંદોલન હવે પહેલાં જેટલું સશક્ત રહ્યું નથી. અમે અોઅારઅોપી લાગુ કરાવવાના રસ્તામાં અાવનારી અચડણોને દૂર કરવા માટે સંઘર્ષ કરતાં રહીશું. અમે અા અાંદોલનને રાજકીય રંગ અાપવાની વિરુદ્ધ છીઅે.  

અાઈઈએસએલના સંવિધાનમાં અરાજનૈતિક રહેવાની શરતની વાત કરતાં લેફ્ટન્ટ જનરલ બલવીરસિંહે જણાવ્યું કે તેના સંગઠન અને તેની સાથે જોડાયેલા હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સેક્ટર, બિહારમાં પ્રસ્થાપિત ચૂંટણીઅોને જોતાં ત્યાં કોઈ રેલીની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે અમે અોઅારઅોપી પર સરકારના ડિટેઇલ અોર્ડરની રાહ જોઈ રહ્યા છીઅે. તેની વચ્ચે કોઈ રેલી નહીં થાય. 

 

You might also like