ORAL SEX થી ફેલાઇ રહી છે ગોનોરિયા જેવી ખતરનાક બીમારી

ગોનોરિયા એક એવી યૌન બીમારી છે જેમાં શરીર દવાની અસર ઓછી કરવાની શક્તિ પ્રાપ્ત કરી લે છે અથવા એને સરળ શબ્દોમાં કહી
શકીએ છીએ કે ગોનોરિયાની બીમારી થઇ જવા પર દવાઓની અસર થતી નથી. ડબ્લ્યૂએચઓના રિપોર્ટ અનુસાર આ બીમારી ભારત
સહિત 50 દેશોમાં વધી રહી છે. હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓરલ સેક્સના માધ્યમથી આ બીમારી વધારે ફેલાઇ રહી છે.

એક શોધ પ્રમાણે ગળામાં ગોનોરિયાના પીડિત દર્દીથી એમના પાર્ટનરમાં ઓરલ સેક્સના માધ્યમથી આ બીમારી વધારે ફેલાઇ રહી છે.
ઓરલ ગોનોરિયાની શોધ કરવી અને એનો ઇલાજ ખૂબ જ મુશ્કેલ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ બેક્ટેરિયા ગળામાં રહેલા અન્ય
બેક્ટેરિયાથી એન્ટીબાયોટિક્સને બેઅસર કરવાની ક્ષમતા મેળવી લે છે અને બાદમાં આ સેક્સ પાર્ટનર્સમાં ટ્રાન્સફર થઇ જાય છે.

આ પણ વાંચો: જો તમારે તમારા Facebookના એકાઉન્ટને કાયમી માટે ડીલીટ કરી નાખવું હોય તો અહીં દર્શાવેલ સ્ટેપ્સને ફોલો કરો…

 

દર વર્ષે આશરે 7.8 કરોડ લોકો ગોનોરિયાથી સંક્રમિત થાય છે. દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ડબ્લ્યૂએચઓ પ્રમાણે
બીમારી વધવાના ઘણા કારણ છે. લોકોમાં એચઆઇવી ફેલવાનો ભય ધીરે ધીરે ખતમ થઇ રહ્યો છે જેના કારણે એ લોકાએ કોન્ડમનો
ઉપયોગ ઓછો કરી દીધો છે.

http://sambhaavnews.com/

You might also like