વેલેન્ટાઈન્સ ડેનો લખનૌ સહિત દેશનાં અનેક રાજ્યમાં વિરોધ 

0 11

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં આજે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ દેશમાં લખનૌ સહિત કેટલાંક રાજ્યમાં બજરંગ દળ અને અન્ય સંગઠનો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં આગ્રામાં તો પ્રેમી યુગલને લાકડીથી મારવાની ધમકી આપવામાં આ‍વી છે.

વેલેન્ટાઈન્સ ડેની તૈયારીઓ વચ્ચે લખનૌ યુનિવર્સિટીએ ૧૪મી ફ્રેબ્રુઆરીએ કોઈ પણ વિદ્યાર્થીને વિદ્યાલયના પરિસરમાં નહીં આવવા તેમજ આ દિવસે યુનિ.માં રજા રહેશે તેવો આદેશ જારી કર્યો છે. અને જો કોઈ વિદ્યાર્થી વિદ્યાલયના સંકુલમાંથી મળી આવશે અથવા કોઈ જગ્યાએ બેઠેલા પકડાશે તો પણ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવશે. એવો આદેશ બહાર પાડતાં આ મુદે વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાઈ ગયા છે. આ સિવાય દેશના અન્ય રાજ્યમાં પણ આ બાબતે વિરોધ થઈ રહ્યો છે.

બીજી તરફ દેશના કેટલાંક રાજ્યોમાં બજરંગ દળ અને અન્ય સંગઠનો દ્વારા પણ વેલેન્ટાઈન્સ ડેનો વિરોધ થઈ રહયો છે. જેમાં બજરંગ દળે ઉજવણી કરશે તેવા લોકોને ખાસ કરીને યુગલને માર મારવાની ધમકી આપી છે. તો બીજી તરફ આગ્રામાં તો જાહેર જગ્યાએથી કોઈ યુગલ પકડાશે તો તેને લાકડીથી માર મારવાની ધમકી આપવામાં આવી છે. તેના કારણે વેલેન્ટાઈન્સ દિવસની ઉજવણી કરવા માગતા યુવાધનમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

loading...

Leave A Reply

Your email address will not be published.