Categories: Tech Trending

25MP ફ્રન્ટ કેમેરાવાળો દુનિયાનો ફર્સ્ટ Oppo F7 ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત….

Oppo F7more
Oppo F7more
Oppo F7more

Oppo કંપનીએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo F7 ભારતમાં લોન્ચ કરી દીધેલ છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે Oppo F7 દુનિયાનો પહેલો એવો એન્ડ્રોઇડ ફોન છે જેમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આવેલ છે.

આ ફોનમાં ફ્રન્ટ કેમેરા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેલ્ફી અને એઆઇ બ્યૂટી ટેક્નોલોજી 2.0 પણ આપવામાં આવેલ છે. કેમેરામાં AR સ્ટિકર્સનો પણ સપોર્ટ મળશે. તો આવો જાણીએ કે શું છે આ ફોનનાં ફીચર્સ અને તેની કિંમત….

Oppo F7ની કિંમત અને સ્પેશિફિકેશનઃ
સ્પેશિફિકેશનની વાત કરીએ તો આમાં 6.23ની બેજલલેસ ફુલ એચડી + ડિસ્પ્લે હશે કે જેનો આસ્પેક્ટ રેશિયો 19:9 હશે. આ ફોન 4GB રેમ અને 64 GB સ્ટોરેજ તથા 6GB રેમ અને 128 GBનું સ્ટોરેજ વેરિયંટ મળશે.

ફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.1, મીડિયાટેકનું ઓક્ટાકોર હેલિયો P60 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે માલી G72M3 GPU,ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ક્રીન રેકોર્ડર અને 16 મેગાપિક્સલનું 4K વીડિયો રેકોર્ડિંગની સાથે સાથે રિયર કેમેરો અને 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો જોવાં મળશે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, wi-Fi બ્લૂટૂથ, GPS/A-GPS જેવાં ફીચર્સ મળશે અને 3400mAhની બેટરી મળશે. ફોનનાં 4GB/64 GB વેરિયંટની કિંમત રૂ.21,990 અને 6GB/128 GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત રૂ.26,990 હશે.

ફોનનો ફ્લેશ સેલ 2 એપ્રિલે હશે અને આ સાથે જિયો તરફથી 1,200 રૂપિયાનું કેશબેક અને 120GB એક્સ્ટ્રા ડેટા પણ મળશે. આ સાથે જ 1 વર્ષ માટે ફ્રીમાં સ્ક્રીન રિપ્લેસમેન્ટની ઓફર પણ મળી રહી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

7 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

7 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago