Oppoએ 11,990 રૂપિયામાં લોન્ચ કર્યો સ્લિમ સ્માર્ટફોન Oppo A37

નવી દિલ્હી: ચીનનીએ મશહૂર સ્માર્ટફોન મેકર ઓપ્પોએ ભારતમાં એક પતળો સ્માર્ટફોન A37 લોન્ચ કર્યો છે. તેની કિંમત 11,990 રૂપિયા છે અને 1 જૂલાઇથી ગોલ્ડ અને ગ્રે કલર વેરિએન્ટમાં તેનું વેચાણ શરૂ થશે. થોડા દિવસો પહેલાં જ તેને કંપનીએ ચીનમાં લોન્ચ કર્યો હતો.

5 ઇંચ એચડી સ્ક્રીનવાળા આ ફોનમાં 1.5GHz મીડિયાટેક ઓક્ટાકોર પ્રોસેસર અને 2GB રેમની સાથે 16GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 128GB સુધી કરી શકાય છે.

આ ફોનમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ બેસ્ડ ColorOS 3.0 આપવામાં આવી છે. તેમાં બે સિમ લગાવી શકાય છે અને તેને ગોલ્ડ, ગ્રે અને રોઝ ગોલ્ડ વેરિએન્ટમાં ખરીદી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશ અને બીએસઆઇ સેંસરની સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેના યૂજર્સ ફૂલ એચડી વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકે છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

તેની બેટરી 3,630 mAhની છે અને તેમાં કનેક્ટિવિટી માટે વાઇફાઇ, જીપીએસ, એજીપીએસ, માઇક્રો યૂએસબી કનેક્ટર અને બ્લૂટૂથ જેવા સ્ટાડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like