VIDEO: અયોધ્યામાં રામ મંદિર જ બનશે, અન્ય કોઈ માળખું નથીઃ મોહન ભાગવત

વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાટકનાં ઉડુપીમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રામ મંદિર નિર્માણ, ધર્માંતરણ પર રોક, ગૌ રક્ષા અને ગૌ રક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેનાં ત્રણ દિવસીય આ સંમેલનનાં ઉદ્ધાટનમાં RSSનાં પ્રમુખ મોહન ભાગવતે મુખ્ય ભાષણમાં કહ્યું કે,”લોકો અમારા ગૌ રક્ષકોને બદનામ કરવાનાં પ્રયાસો કરે છે. ગાયની રક્ષા કરવી એ અમારી પરંપરા છે.

મોહન ભાગવતે રામ મંદિર મુદ્દે ભાષણમાં એમ પણ કહ્યું કે રામ જન્મભૂમિ પર રામ મંદિર જ બનશે અને એ પણ તે જ પથ્થરોથી રામ મંદિર બનશે. ત્યાં અન્ય કોઇ પણ પ્રકારનું નિર્માણ પણ નહીં થાય. અમે અહીં રામ મંદિર તો જરૂરથી બનાવીશું. આ માત્ર કરવા ખાતર જાહેરાત નથી કરી પરંતુ અમારી આસ્થાનો સવાલ છે. આમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે.

એમણે વધુમાં એમ પણ જણાવ્યું કે,” અયોધ્યામાં રામની જન્મભૂમિ પર બનવા જઇ રહેલ મંદિર એ પહેલા જેમ મંદિર હતું તેવી જ રીતે અહીં પણ એવું જ ભવ્ય મંદિર બનશે. જો કે તેને તોડીને પછી અહીં મુગલ શાસક બાબરે મસ્જિદનું નિર્માણ કરાયું હતું. રામ મંદિરનાં નિર્માણમાં હવે એ જ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે કે જેને આ ઉદ્દેશ્ય માટે રાખવામાં આવ્યાં છે.

You might also like