‘PM મોદી જમ્મૂ-કાશ્મીરને દલદલમાંથી બહાર કાઢી શકે છે’

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ ઉપર નિવેદન આપતાં કહ્યું કે જમ્મૂ-કાશ્મીરને જો કોઇ દલદલમાંથી બહાર કાઢી શકે તેમ હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂ-કાશ્મીર અંગે જે કોઇ નિર્ણય લેશે તેને આખો દેશ સમર્થન આપશે. મહેબૂબાએ જણાવ્યું કે આ અગાઉના વડાપ્રધાન પણ પાકિસ્તાન જવા ઇચ્છતા હતાં તેમ છતાં તેઓની હિંમત ના ચાલી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાહોર જવાની તાકાત બતાવી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઘાટીની પરિસ્થિતિ ખૂબ વણસી છ. આવા સમયે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબાનું આ નિવેદન સામે આવ્યું છે. મહેબૂબાએ કહ્યું કે જો કાશ્મીરમાં પરિસ્થિતિ હજી પણ વધુ બગડશે તો તેની અસર જમ્મૂ અને લદ્દાખમાં પણ જોવા મળશે. જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી એક મહિલા કાર્યક્રમને સંબોધન કરી રહ્યાં હતા.
http://sambhaavnews.com/

You might also like