ઓનલાઈન પેમેન્ટ ગ્રાહકોને હવે મોંઘું પડશે

0 1

નવી દિલ્હી: નોટબંધી બાદ સરકાર ભલે ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી હોય, પરંતુ મોદી સરકારનું આગામી પગલું લોકોને ફરીથી કેશ પેમેન્ટ તરફ વળવા મજબૂર કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર મોદી સરકાર હવે ઇ-પેમેન્ટ્સ પર સાયબર સિક્યોરિટી સેસ લગાવવાની સક્રિય વિચારણા કરી રહી છે.

જો ઓનલાઇન પેમેન્ટ પર સાયબર સિક્યોરિટી સેસ લગાવવામાં આવશે તો લોકોને ડિજિટલ પેમેન્ટ મોંઘા પડશે. અહેવાલો અનુસાર નાણાકીય સેવા વિભાગ આઇટી મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે મળીને આવી એક પ્રપોઝલ તૈયાર કરી રહ્યાં છે.

ઓનલાઇન પેમેન્ટ્સ પર સિક્યોરિટી ફી કે સેસ સ્વચ્છ ભારત સેસ જેવો જ હશે, જેનો ઉપયોગ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે શ્રેષ્ઠ માળખું તૈયાર કરવામાં થશે. વિશ્લેષકોનું માનવું છે કે ડિજિટલ પેમેન્ટ સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે ડિજિટલ સેસ લગાવવો યોગ્ય પગલું નથી. આમ પણ યુઝર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કેટલાય પ્રકારના ચાર્જિસ લગાવવામાં આવે છે અને તેથી જો આ સેસ લગાવવામાં આવશે તો લોકોને કેશ પેમેન્ટ તરફ વળવાની ફરજ પડશે.

loading...

Leave A Reply

Your email address will not be published.