OnePlus 6 લોન્ચ, iPhone X જેવી નોર્ચ 256 GBની સુધીનું સ્ટોરેજ, જાણો કિંમત

One Plus 6 ને છેવટે લંડનમાં આયોજિત એક ઇવેન્ટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. કંપની આજે ભારત અને ચીનમાં પણ લોન્ચ ઈવેન્ટનું આયોજન કરી રહી છે, જ્યાં સ્થાનિક લોન્ચ સાથે જોડાયેલી જાણકારી વિશે વધારે ખુલાસો કરવામાં આવશે. One Plus 6એ માર્કેટ ટ્રેન્ડને અપનાવતા નવા ફ્લેગશિપ ફોનમાં નૉચ આપી છે, જેમાં ફ્રન્ટ કેમેરા, ઇયરપીસ અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યા છે. આ બેજલ-લેસ ડિસ્પ્લેવાળો ફોન છે. One Plusના પાછલા ફ્લેગશિપની જેમ જ One Plus 6માં લેટેસ્ટ ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. One Plus એ ફોનમાં 256GB ઈનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપ્યો છે. આ ઉપરાંત બેજલ-લેસ ડિસ્પલે નવે જેસ્ચર સપોર્ટ કરે છે.

One Plus 6ની કિંમત:
One Plus 6માં 6GB રેમ/ 64GB સ્ટોરેજ વેરિયન્ટની અમેરિકામાં કિંમત 529 ડૉલર (લગભગ 35800 રૂપિયા) , જ્યારે 8GB રેમ/ 128GB સ્ટોરેજ વેરિયન્ટની અમેરિકામાં કિંમત 579 ડૉલર (લગભગ 39200 રૂપિયા) , જ્યારે 8GB રેમ/ 256GB સ્ટોરેજ વેરિયન્ટની અમેરિકામાં કિંમત 629 ડૉલર (લગભગ 42600 રૂપિયા) છે. સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક, મિરર બ્લેક અને સિલ્ક વાઇટ લિમિટેડ એડિશનમાં લોન્ચ કરવામાં આવશે. 22 મેના થનારી ઑપન સેલમાં પહેલા 2 કલર વેરિયન્ટ મળશે. 21 મેના પૉપ-સ્ટોરમાં ફોનને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સિલ્વર વાઇટ લિમિટેડ એડિશન 5 જૂથની ઉપલબ્ધ થશે.

One Plus 6ની કિંમતની વાત કરીએ તો મુંબઈમાં ગુરુવારે થનારી ઈવેન્ટમાં ફોનને લોન્ચ કરવામાં આવશે. ભારતમાં 6GB રેમ/64GB સ્ટોરેજની કિંમત 36,999 રૂપિયા, જ્યારે 8GB રેમ તથા 256GB સ્ટોરેજ વેરિયન્ટને 39,999 રૂપિયામાં લોન્ચ કરવાની આશા છે. One Plus 6 ને ભારતમાં 21 મેએ અમેઝોન પ્રાઈમ કસ્ટમર માટે અર્લી એક્સેસ સેલ અંતર્ગત ઉપલબ્ધ કરાવાશે.

One Plus 6ની સ્પેસિફિકેશન્સ:
One Plus 6ને 6.28 ફૂલ HD+ (1080×2280 પિક્સલ) ફુલ ઓપ્ટિક એમોલેડ ડિસ્પલે છે જે 19:9ના આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ 5 છે. ફોનમાં 2.8 ગીગાહર્ટ્ઝ ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 6GB અને 8GB રેમનો ઓપ્શન આપેલો છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 630GPU છે. ફોનમાં સ્ટોરેજ માટે 64GB, 128GB અને 256GB સ્ટોરેજ ઓપ્શન મળશે. સ્ટોરેજને માઈક્રો SD કાર્ડ દ્વારા વધારી શકો છો. કંપનીએ ફોનમાં એક નવો ગેમિંગ મોડ આપ્યો છે.

આ સ્માર્ટફોન 8.1 ઑરિયો આધારિત ઑક્સિજન OS 5.1 પર રન કરે છે. One Plus 6 ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. કેમેરાની જો વાત કરવામાં આવે તો One Plus 5T વાળું કેમેરા સેટએપ છે. ફોનમાં સોની આઈએમએક્સ 519 સેન્સર, અપાર્ચર F/1.7, OIS 376 સેન્સર અપાર્ચર એફ1.7 સાથે આવે છે. ફોનમાં રિયર કેમેરા સાથે ડ્યુઅલ LED ફ્લેશ મોડ્યૂલ છે. એક સ્માર્ટ કેપ્ચર મોડ છે જેનાથી કેમેરા સેટિંગ ઓટોમેટિકલી ઓપ્ટિમાઈઝ થાય છે. HDR અને પોટ્રેટ મોડ પણ છે.

One Plus 6 માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ 371 સેન્સર છે, જે અપાર્ચર f/2.0 અને ઈઆઈએસ સાથે આવે છે. ફ્રંટ કેમેરામાં એક ઈન-ડિવાઈસ વીડિયો એડિટર છે. ફ્રંટ કેમેરા પણ પોટ્રેટ મોડને સપોર્ટ કરે છે. ફોનના રિયર પેનલ પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર આપેલું છે જેનાથી 0.2 સેકન્ડમાં ફોન અનલોક થવાનો દાવો કરાયો છે.

One Plus 6માં 3300mAHની બેટરી આપવામાં આવી છે, જે કંપનીની ડેશ ચાર્જિંગ ટેક્સનોલોજીને સપોર્ટ કરે છે. ક્નેક્ટિવિટી માટે 4G VoLET, WIFI, બ્લૂટૂથ 5.0, NFC, GPS/AGPS, USB ટાઇપ C,3.5 mm હેડફોન જેક જેવા ફીચર્સ છે. આ ઉપરાંત એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, ડિઝિટલ કમ્પાસ, જાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર પણ છે. સ્માર્ટફોનનું ડાઈમેન્શન 155.7×75.4×7.75 મિલીમીટર છે અને વજન 177 ગ્રામ છે. વનપ્લસ 6 ડેલી વોટર રેસિસ્ટેન્સ છે એટલે કે ધૂળના કણોથી પણ તેને કોઈ નુકસાન નહીં થાય.

You might also like