OnePlus 3Tના 128 GB સ્ટોરેજના વેરિયન્ટનું સેલ શરૂ, જાણો કેવી રીતે ખરીદી શકો આ સ્માર્ટફોન

નવી દિલ્લી: ચીનની સ્માર્ટફોન કંપની વનપ્લસે પોતાનો 3ટી હેન્ડસેટનો 128જીબી સ્ટોરેજનો વેરિયન્ટ ભારતમાં પ્રાપ્ય બનાવી દીધો છે. કંપનીએ એક્સક્લૂસિવલી એમેઝોન પ્રાઇમ યુઝર્સ માટે આ સેલનું આયોજન કર્યું છે, જેમાં વનપ્લસ 3ટી ગનમેટલ કલર ખરીદી શકાય છે. આ સેલ 10 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યો છે અને આ કાલ શનિવારના રાત્રીના 10 વાગ્યા સુધી ચાલશે. તમને જણાવી દીઈએ કે આ ફોનની કિંમત 34,999 રૂપિયા છે.

આ ફોન 25 ફેબ્રૂઆરીથી ઓપન સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં એમેઝનથી તેને ખરીદી શકાશે. તમને જણાવી દીઈએ કે ભારતમાં માત્ર એમેઝોન ઇન્ડિયા પર જ આ ફોનને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનને બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પહેલો વેરિયન્ટ 64 જીબી સ્ટોરેજ ધરાવે છે. જ્યારે બીજા વેરિયન્ટમાં 128જીબી સ્ટોરેજ છે.

આ ફોનમાં 5.5 ઇંચની ફૂલ એચડી ઓપ્ટિક એમોલેડ ડિસ્પેલ આપવામાં આવી છે, જેના પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 4નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. જ્યારે કે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ ફોનથી 4કે વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરે છે અને તેને એન્ડ્રોઇડ 7.0 નોગટ પર અપગ્રેડ કરવામાં આવી શકાય છે. તેમાં 3400 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે ડેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનના હોમ બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

You might also like