J&K : સુરક્ષાદળોએ વધારે એક આતંકવાદીને ઠાર કરતા પરિસ્થિતી વણસી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં બાંદીપુરામાં સવારે સુરક્ષાદળોની સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે બાંદીપુરાનાં અરાગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓફરેશન ચાલુ કર્યું હતું. સુરક્ષાદળના જવાન જ્યારે આતંકવાદીઓને શોધી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ ઓટોમેટિક હથિયારો વડે જવાનો પર ગોળીબાર ચાલુ કર્યો હતો.

સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીનાં મોતના સમાચાર છે. આતંકવાદીઓનાં મોતની તરત પછી કેટલાક ગામના લોકો રસ્તા પર આવીને આતંકવાદીઓના શબની માંગના મુદ્દે સેનાની શિબિરો પાસે મોટા પ્રમાણમાંવિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા.
પ્રદર્શનકર્તાઓએ થોડા સમય બાદ બાંદીપુર તરફ આગળ વધવા લાગ્યા. સુરક્ષાદળોએ તેમના પર લાઠીચાર્ય કર્યો.

જેની પ્રદર્શનકર્તાઓ પર કોઇ જ અશર થઇ નહી. ત્યાર બાદ સુરક્ષાદળોએ પથ્થરમારો કરનારા લોકો પર ટિયર ગેસના શેલ છોડ્યા. અંતિમ સમાચાર મળતા સુધીમાં સંધર્ષ હજી પણ ચાલી રહ્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનાં પણ સમાચાર છે. પ્રદર્શનકર્તાઓએ આતંકવાદીઓનાં શબ લિધા વગર ત્યાથી હટવાની મનાઇ કરી દીધી હતી.

You might also like