Categories: Ahmedabad Gujarat

ઇ-મેઇલ હેક કરીને ફેક્ટરી માલિકના ૩૮.૫૦ લાખ બારોબાર ટ્રાન્સફર કરવાનાં કૌભાંડમાં એકની ધરપકડ

અમદાવાદ: શહેરના કઠવાડા રોડ પર આવેલી બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝના માલિકે NEFT (નેશનલ ઇલેટ્રોનિક ફંડ ટ્રાન્સફર) દ્રારા મોકલેલા ૩૮.૫૦ લાખ રૂપિયા કોઇ અન્ય ખાતામાં જમા થઇ જવાના ચકચારી કિસ્સામાં પોલીસે બિહારથી અંજની પાંડે નામના યુવકની ધરપકડ કરી છે.

બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટટે ત્રણ કંપનીઓને ૩૮.૫૦ લાખ રુપિયા ટ્રાન્સફર કરવા માટે NEFTનું ફોર્મ ભરીને તમામ વિગતો દ્રારા મોકલવા માટે બેન્કને ઇ-મેઇલ કર્યા હતા. સાયબર એકસ્પર્ટે બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝનું ઇ-મેઇલ એકાઉન્ટ હેક કરીને બેન્કને મોકલેલ ડીટેઇલમાં ચેડાં કરીને અંજની પાંડેના ખાતામાં ૩૮.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. ઇ-મેઇલ એકાઉન્ટ હેક કરનાર માસ્ટરમાઇન્ડે અંજની પાંડેનું એકાઉન્ટ ભાડેથી લીધું હતું.

નિકોલ વિસ્તારમાં આવેલ શ્રીધર ફ્લોરામાં રહેતા ભરતભાઇ ભુરાભાઇ લુહારે નિકોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ભરતભાઇ કઠવાડા વિસ્તારમાં આવેલ ઝવેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બ્રહ્મા ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક મોલ્ડ મેકિંગ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ભરતભાઇનું કરૂર વૈશ્ય બેન્કમાં ખાતું આવેલું છે. જેમાંથી તે ધંધા માટે નાણાકીય લેવડદવેડ કરે છે. ભરતભાઇને ૩૮.૫૦ લાખ રૂપિયા ધંધાર્થે ચુકવવાના હોવાથી તેમની એકાઉન્ટન્ટ મેધાબહેન પરિનભાઇ પટેલ (રહે વસ્ત્રાલ)ને જવાબદારી સોંપી હતી.

ઓ.આર.જી.એન્જિટેક પ્રાઇવેટ લિમિટેડને ૩.૫૦ લાખ રૂપિયા તેમજ નટરાજ ઇન્ડસ્ટ્રીઝને ૧૭.૮૧ લાખ તથા ઓમ એન્જિનિયરિંગને ૧૭.૧૮ લાખ રૂપિયા ચુકવવાના હતા. રૂપિયા ટ્રાન્સફર કરવા માટે મેધાબહેને તેમની ઓફિસમાં ઓનલાઇન બેન્કનાં ફોર્મમાં ત્રણેય કંપનીની બેન્ક ડીટેઇલ આઇએફસી કોડ સાથે ભરીને કરૂર વૈશ્ય બેન્કને ઇ-મેઇલ કરી દીધો હતો.

મેધાબહેને આ મામલે બેન્કના કર્મચારી મલ્લીભાઇને રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઇ-મેઇલ મળી ગયો છે કે નહીં તે મામલે પૂછ્યું હતું. મલ્લીભાઇએ મેઇલ મળ્યો નથી તેમ જણાવતાં મેધાબહેને ફરીથી ત્રણ ચાર વખત મેઇલ કર્યો હતો. જોકે મલ્લીભાઇને મેઇલ મળ્યો હતો નહીં. બીજા દિવસે સવારે મેધાબહેને મલ્લીભાઇને ફોન કરીને રૂપિયા ટ્રાન્સફર થયા છે કે નહીં તે મામલે પૂછ્યું હતું.

મલ્લીભાઇએ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હોવાનું કહેતાં મેધાબહેન તેમના કામ ઉપર લાગ્યા હતાં. દરમિયાનમાં બપોરે તેમના મોબાઇલ પર રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હોવાનો એક એસએમએસ આવ્યો હતો. મેધાબહેને મોબાઇલમાં આવેલો મેસેજ વાંચતા જે કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના હતા તેની જગ્યાએ કોઇ અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસે ભરતભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ છે.

આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. પારધીએ જણાવ્યું છે કે ભરતભાઇના રૂપિયા બિહારના એક બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેના આધારે બેન્ક એકાઉન્ટ ધરાવનાર અંજની નરદેશ્વર પાંડેની બિહારથી ધરપકડ કરી છે. ઇ-મેઇલ હેક કરીને રૂપિયા ટ્રાન્સફર કરનાર અંજની નહીં પરંતુ અન્ય કોઇ ગઠિયો છે. આ ગઠિયાએ અંજનીનાં બેન્કનું એકાઉન્ટ ભાડે લીધું હતું. જેમાં તે દર મહિને ૧૨ હજાર રૂપિયા આપતો હતો.

divyesh

Recent Posts

PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના…

3 mins ago

અફઘાનિસ્તાન સામે શા માટે જીતનો કોળિયો હોઠ સુધી ના પહોંચી શક્યો?

દુબઈઃ અફઘાનિસ્તાને ગઈ કાલે ભારત સામેની મેચ ટાઇ કરાવીને અપસેટ સર્જી દીધો. ટીમ ઇન્ડિયાએ જોકે પોતાના ટોચના ખેલાડીઓને આરામ આપ્યો…

10 mins ago

ભારતના સૌથી ‘વૃદ્ધ કેપ્ટન’ ધોનીનું અદ્દભૂત સ્ટમ્પિંગઃ 0.12 સેકન્ડમાં બેલ્સ ઉડાવી દીધી

દુબઈઃ ધોની વિકેટની પાછળ પોતાની સ્ફુર્તિ માટે દુનિયાભરમાં જાણીતો છે. તેનું તાજું ઉદાહરણ ગઈ કાલે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જોવા…

12 mins ago

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

20 mins ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

23 mins ago

પુરુષ બ્લડ ડોનરને પૂછવામાં આવશેઃ ‘તમે ગે તો નથી ને?’

મુંબઇ: બ્લડ ડોનેટ કરનાર ડોનરે હવે કેટલાક વધુ સવાલના જવાબ આપવા પડશે. આ સવાલ તેમના જાતીય જીવનને લઇ હશે, જેમ…

30 mins ago