OMG! દોઢ વર્ષના આ અફઘાની છોકરાનું નામ છે ડોનાલ્ડ ડ્રમ્પ

અફઘાનિસ્તાનના કાબુલમાં રહેતા ૨૮ વર્ષના ટીચર સૈયદ અસાદુલ્લા પોયાએ પોતાના દીકરાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખ્યું છે. એ આશામાં કે એ નામથી તેનું ભવિષ્ય ચમકી જશે. સૈયદની વાઈફ જમીલાએ ૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં દીકરાને જન્મ આપ્યો હતો. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ હજુ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા નહોતા.

એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ એક ધનાઢય બિઝનેસમેન જ હતા. અમેરિકન પ્રેસિડેન્ટપદ માટેની ચૂંટણીની તૈયારીઓ ચાલુ હતી. અલબત્ત, સૈયદ અસાદુલ્લાને ડોનાલ્ડ ટ્રમ્પની પોલિટિકલ કરિયરથી કંઈ લેવાદેવા નહોતી. તેણે તો એક બિઝનેસમેન તરીકેની ‘ટ્રમ્પઃ હાઉ ટુ ગેટ રિચ’ નામની બુક વાંચી હતી અને એ વખતે તે ટ્રમ્પની જીવનીના જબરા પ્રભાવમાં હતો.

અસાદુલ્લાએ ડોનાલ્ડ ટ્રમ્પ િવશે ખૂબ રિસર્ચ કર્યું અને તે આ વ્યક્તિત્વથી જબરો ઈમ્પ્રેસ થઈ ગયો. બસ, તેણે પોતાના દીકરાનું નામ રાખી દીધું ડોનાલ્ડ ટ્રમ્પ.

You might also like