CTM સર્કલ પર દંપતી લક્ઝરી બસની અડફેટે આવ્યુંઃ પતિનું મોત

અમદાવાદ: શહેરમાં પુરઝડપે વાહન ચલાવનાર વાહનચાલકોના કારણે દર એકાદ-બે દિવસે નિર્દોષ રાહદારીઓનાં અકસ્માતમાં મોત થાય છે. આજે વહેલી સવારે સીટીએમ સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલું દંપતી અકસ્માતનો ભોગ બન્યું છે.

ટ્રક અને લક્ઝરીની વચ્ચે દંપતી આવી જતાં પતિનું ઘટનાસ્થળે મોત થયું છે જ્યારે પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તો બીજી તરફ નારોલ વિસ્તારમાં પણ એક વૃદ્ધ મહિલાને બાઇકચાલકે અડફેટમાં લેતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે ર‌િખયાલમાં પણ એક યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું મોત થયું છે.

કુબેરનગર વિસ્તારમાં રહેતા રાહુલ દલદાણી અને તેમની પત્ની સુમન વડોદરાથી લકઝરીમાં અમદાવાદ આવ્યાં હતાં. કુબેરનગર જવા માટે રાહુલ અને સુમન સીટીએમ સર્કલ પર રોડ ક્રોસ કરતાં હતાં તે સમયે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે તેઓ અડફેટમાં ગયાં હતાં. વડોદરા એક્સપ્રેસ હાઇવે શરૂ થાય તે સર્કલ પર પુરઝડપે ટ્રક પસાર થયા બાદ દંપત્તિ પસાર થતું હતું ત્યારે લક્ઝરી બસની હડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં રાહુલનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે સુમનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એએમટીએસ બસે એકાએક બ્રેક મારતાં ટ્રક-લક્ઝરી એકબીજા સાથે અથડાયાં હતાં.

ઘટનાની જાણ આઇ ‌િડ‌િવઝન પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે રાહુલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

જ્યારે ગુરુવારની રાતે નારોલ વિસ્તારમાં પુરઝડપે પસાર થઇ રહેલા બાઇકચાલકે એક અજાણી વૃદ્ધ મહિલાને અડફેટમાં લઇને ફરાર થઇ ગયો હતો, જેમાં મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગઇ કાલે પણ ર‌િખયાલ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ એસ્ટેટની બહાર કારખાના પાસે સૂઇ રહેલા રશ્મીરંજન મોહંતી પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે મોત થયું છે.

You might also like