OMG! US ઓપનમાંથી નડાલ બહાર ફેંકાયો

ન્યૂયોર્કઃ ફ્રાંસના લુકાસ પાઉલીએ સનસનાટી મચાવતાં યુએસ ઓપનમાં જબરદસ્ત અપસેટ સર્જ્યો છે. તેણે બે વાર યુએસ ઓપન ખિતાબ વિજેતા રફાલ નડાલને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધો છે. ૨૨ વર્ષીય પાઉલીની પોતાની કરિયરની આ સૌથી મોટી જીત છે. પાઉલીએ નડાલને પાંચ સેટના જબરદસ્ત સંઘર્ષ બાદ ૬-૧, ૨-૬, ૬-૪, ૩-૬, ૭-૬ (૮-૬)થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

પાઉલીએ મેચમાં શાનદાર શરૂઆત કરીને પહેલો સેટ આસાનીથી જીતી લીધો, પરંતુ ત્યાર બાદ નડાલે વાપસી કરીને મેચમાં બરાબરી હાંસલ કરી લીધી હતી. ત્યાર બાદ જામેલા જબરદસ્ત સંઘર્ષમાં આખરે પાઉલીએ બાજી મારી લીધી હતી. આ હારનો અર્થ એ થયો કે ૨૦૦૪ બાદ આ પહેલું એવું વર્ષ છે, જ્યારે ૩૦ વર્ષીય સ્પેનનો ખેલાડી નડાલ કોઈ પણ ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી નથી શક્યો.

You might also like