OMG! ‘દંગલ’ની ફાતિમા સના શેખ એ જ છોકરી છે જે ‘ચાચી 420’માં હતી

તમને યાદ છે ‘ચાચી 420’ ફિલ્મ? ચોક્કસ તમને એ યાદ હશે. 90 દાયકાની કમાલા હાસનની ક્લાસિક ફિલ્મ જે ટેલિવિઝન પર ઘણી વાર બતાવવામાં આવતી અને આવે છે. અને જો તમે એના પછી જન્મ્યા હો તોપણ તમે એ ફિલ્મ ઘણી વાર જોઈ જ હશે. તમને યાદ હશે એમાં એક નટખટ છોકરી હતી. જે બેબી સનાએ તેનો રોલ ભજવ્યો હતો.

હવે બેબી સના ઘણી મોટી થઈ ગઈ છે અને ગીતા ફોગટના પાત્રમાં છે, જે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ રેસલર તરીકેની ભૂમિકામાં છે. ફાતિમા સના શેખ નામ ધરાવતી આ છોકરી આમિર ખાનની દંગલ મુવીમાં મહાવીર સિંગ ફોગટની નાની છોકરી તરીકે ભૂમિકા ભજવી રહી છે.

આ જ યુવતીએ કમલા હાસન અને તબ્બુની ચાચી 420માં ભારતી રતનનામની ભૂમિકા ભજવી હતી, જે 1997માં આવી હતી. ફાતિમાએ 1997 થી 2016 દરમિયાન બીજી ફિલ્મોમાં પણ પાત્રો ભજવ્યાં છે. તેણે શાહરૂખ ખાન સ્ટાર ‘વન 2 કા 4’માં પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જે 2001માં આવી હતી. અને ડાયરેક્ટર સંતોષ સીવાનની 2008માં આવેલી તાહાનમાં પણ તેણે ભૂમિકા ભજવી હતી.

You might also like