OMG: આ ચોકલેટ બનાવશે ત્રણ જ અઠવાડિયામાં જુવાન!! 

લંડનઃ બ્રિટનની કેમ્બ્રિજ ચોકલેટ ટેકનોલોજીના સાયન્ટિસ્ટોઅે અેસ્થેચોક નામની ચોકલેટ તૈયાર કરી છે, એમાં એટલાં ઠૂંસીઠૂંસીને એન્ટિઅોક્સિડન્ટ્સ ભર્યાં છે, જે ત્વચાને ઝટપટ યંગ, સ્મૂધ અને હેલ્ધી બનાવી દઈ શકે છે. શરીરના કોષોનું અોક્સિડેશન દ્વારા સતત ડેમેજ થતું રહે છે, પણ એન્ટિ-અોક્સિડન્ટ કેમિકલ્સથી અોક્સિડેશનની પ્રક્રિયા અટકીને કોષોના વૃદ્ધ થવાની પ્રક્રિયા અવરોધાય છે. અા કેમિકલ્સ એજિંગ પ્રોસેસને ડીલ કરવામાં ખૂબ મહત્ત્વનાં ગણાય છે. કેમ્બ્રિજના ચોકલેટી વૈજ્ઞાનિકોઅે એટલી ડાર્ક ચોકલેટ તૈયાર કરી છે, જેમાં ૭૦ ટકા કોકો વપરાયું છે.
 
કોકોના ભરપૂર ઉપયોગને કારણે અા ચોકલેટ એટલી કડવી લાગે છે કે પાંચ-સાત ગ્રામ ચોકલેટ ખાવાનુંય ભારે પડી જાય. રિસર્ચરોઅે ૭.૫ ગ્રામ ચોકલેટના ટુકડા તૈયાર કર્યા છે, જે એન્ટિ-અોક્સિડન્ટ્સના ડેઈલી ડોઝ છે. બ્રિટનના રિસર્ચરોઅે અા પાવરપેક્ડ કેમિકલ્સથી ખરેખર મહિલાઅોની ત્વચા પર કેવી અસર થાય છે અે જોવા ૩૦૦૦ મહિલાઅો પર પ્રયોગ કર્યો એમાંય અે પાસ થઈ ગઈ છે. લગભગ ૩૫થી ૪૦ વર્ષની મહિલાઅોને સતત ત્રણ અઠવાડિયાં સુધી અેસ્થેચોક ચોકલેટ ખવડાવવાથી મહિલાઅોની ત્વચા ૨૦થી ૩૦ વર્ષ જેટલી યંગ દેખાય છે એવો દાવો થયો છે.

You might also like