યોગ દિવસે “ઓમ” મંત્રના જાપ પર છેડાયો વિવાદ

નવી દિલ્હીઃ યોગ દિવસને લઇને આયુષ મંત્રાલય દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયે આદેશ આપ્યો છે કે 21 જૂનના રોજ યોગ દરમ્યાન “ઓમ” મંત્રનો જાપ જરૂરી છે. ત્યારે આ મામલે રાજનીતિક અને ધાર્મિક બંને બાબતે વિવાદ સર્જાયો છે.

સૂત્રોનુ માનીએ તો આયુષ મંત્રાલયે આ વાતની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. 21 જૂને યોગમાં ભાગ લેનાર દરેક માટે “ઓમ” મંત્રનો જાપ જરૂરી રહશે. પહેલી વખત 21 જૂન 2015ના રોજ યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેની પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમ્યાન કરી હતી.

આયુષ મંત્રાલયે આ અંગે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જે પ્રમાણે યોગ દિવસ પર 45 મિનિટનો કાર્યક્રમ યોજાશે. જેમાં 6 મિનિટ ગર્દન અને ખભાની સાથે જોડાયેલા આસન  કરવામાં આવશે. બે મિનિટ પ્રાર્થના કરવામાં આવશે અને ત્યાર બાદ 23 યોગ આસન કરવામાં આવશે.

જો કે સરકારના આ નિર્ણયનો અભિનેતા અનુપમ ખેરે સખ્ત વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે જે લોકો “ઓમ” નું ઉચ્ચારણ નથી કરવા માંગતા તેઓ કાંઇ બીજુ પણ બોલી શકે છે. કેટલાક લોકો દરેક બાબતને રાજનીતીનો મુદ્દો બનાવી દે છે.

તો આ મામલે મુસલમાન ધર્મગુરૂઓએ જણાવ્યું છે કે આ નિર્ણય ઘર્મનિરપેક્ષતાની વિરૂદ્ધ છે. અહીં સત્તાનો દૂરઉપયોગ થઇ રહ્યો છે. આ બાબત અમારી આસ્થાની વિરૂદ્ધ છે.

 

You might also like