OLX પે સે ઉઠા લે: ગ્રાહકને બતાવવાનું કહી યુવક કાર લઈ ફરાર થઈ ગયો

અમદાવાદ: ઓએલએક્સ પર વેચવા મૂકેલી વસ્તુને ગઠિયાઓ કસ્ટમર બનીને લઇ ફરાર થઇ જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ ઓએલએક્સ પર પોતાની કાર વેચવા મૂકી હતી. હર્ષિત પટેલ નામની વ્યક્તિએ કાર કસ્ટમરને બતાવવાનું કહ્યું હતું. કાર માલિકે તેમના પુત્રને સાથે મોકલ્યો હતો, પરંતુ હર્ષિત હાઇકોર્ટ પાસે કારનાં કાગળિયાં લેવાનું કહી તેને ઉતારી કાર લઇ ફરાર થઇ ગયો હતો. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના બંગલોઝમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સોનીએ દોઢ મહિના પહેલાં તેમની શેવરોલેટ બીટ ગાડી ઓએલએક્સ નામની વેબસાઈટ પર વેચવા મૂકી હતી. સોમવારે હર્ષિત પટેલ નામની વ્યક્તિએ કલ્પેશભાઈને ફોન કરીને તેમની ગાડી લેવાની વાત કરી હતી. આ કારના કસ્ટમર ગાંધીનગરથી આવે છે અને વૈષ્ણોદેવી સર્કલ ઊભા છે ત્યાં તેમને કાર બતાવવાની છે તેમ કહ્યું હતું. કલ્પેશભાઈએ તેમના પુત્રને કારમાં સાથે જવા કહ્યું હતું. હ‌િર્ષતે ગુજરાત હાઇકોર્ટ પાસે કલ્પેશભાઈના પુત્રને કારનાં કાગળિયાં અને સ્ટેમ્પ પેપર લાવવાનું કહ્યું હતું. તેણે ના પાડવા છતાં હ‌િર્ષત તેને ભોળવીને ઉતારીને કાર લઇ ફરાર થઈ ગયો હતો.

આ અંગે કલ્પેશભાઈને જાણ થતાં તેઓ ગુજરાત હાઇકોર્ટ પાસે દોડી આવ્યા હતા. હર્ષિતને ફોન કરવા છતાં તે ફોન ન ઉપાડતાં છેતર‌િપંડીનાે શિકાર બની જતાં તેમણે આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઓએલએક્સ પર વેચવા માટે મૂકવામાં આવતી વસ્તુને ખરીદવાના બહાને ગઠિયાઓ માલિકોનો સંપર્ક કરીને કોઈ ને કોઇ બહાને લઇ ફરાર થઇ જાય છે.
http://sambhaavnews.com/

You might also like