Categories: Gujarat

જૂનાં વાહનોમાં HSRP અોટો ગેરેજવાળા પણ લગાવી અાપશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યનાં તમામ જૂનાં વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત આગામી ત્રણ માસમાં લગાવી દેવાનો આદેશ સરકારે જાહેર કર્યો છે, જોકે લોકોએ તેમનાં જૂનાં વાહનમાં એચએસપીસી પ્લેટ લગાવવા આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે, પરંતુ તેમની નજીક આવેલા ઓટો ડીલર કે સર્વિસ સ્ટેશન કે અોટો ગેરેજ પર જઇને નંબર પ્લેટ લગાવી શકશે.

અમદાવાદ શહેરનાં ૧૦ લાખથી વધુ જૂનાં વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાની કામગીરી આરટીઓ અને વાહનચાલકોએ ડિસેમ્બર અંત સુધીમાં પૂરી કરી લેવી પડશે. અમદાવાદમાં એક લાખથી વધુ હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ તૈયાર છે, પરંતુ હવે વાહન માલિકોની ઉદાસીનતા આ મુદ્દે ચાલશે નહીં.

અમદાવાદના અારટીઅો જી.એસ. પરમારે જણાવ્યું કે, અમદાવાદના ૧૮૦થી વધુ ઓટો ડીલર અને સર્વિસ સ્ટેશનમાં આગામી સપ્તાહથી નંબર પ્લેટ રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થઇ જશે. કોઇ પણ જૂના વાહનની વિગત જે તે ડીલર કે સર્વિસ સ્ટેશનમાં આપવાની રહેશે અને તેનું પેમેન્ટ ચૂકવવાનું રહેશે. પછીના બે થી ત્રણ દિવસમાં તેને તૈયાર નંબર પ્લેટ મળી જશે. આ માટે કોઇ વાહન માલિકોએ છેક આરટીઓ સાબરમતી કે વસ્ત્રાલ જવાની જરૂર રહેશે નહીં, જોકે આ વિસ્તારની નજીક રહેતા વાહન માલિકો આરટીઓમાં જઇ શકે છે. આરટીઓ કચેરી આ કામગીરી માટે સવારના ૮થી રાત્રિના ૮ સુધી ખુલ્લી રહેશે.

વટવા, નિકોલ, દહેગામ, સાણંદ, ધોળકા, ધંધૂકા સહિતના અમદાવાદમાં સમાવિષ્ટ ગામમાં આરટીઓ ઠેરઠેર પોસ્ટર લગાવીને કેમ્પની તારીખ જાહેર કરશે અને નિયત સ્થળે લોકોએ કરેલા ર‌િજસ્ટ્રેશન બાદ કેમ્પ દ્વારા હજારો વાહનોમાં એકસાથે નંબર પ્લેટ લગાવી આપશે. આરટીઓમાં રહેલા ડેટા મુજબ દરેક જૂના વાહનચાલકને એસએમએસ દ્વારા તેમની નંબર પ્લેટ બદલવા સૂચના અપાશે. ઉપરાંત આરટીઓ જાહેર ખબર દ્વારા કેટલી એજન્સી આ કામગીરી માટે કાર્યરત છે તેનું લિસ્ટ જાહેર કરશે અને બંને આરટીઓમાં પણ તેની જાણકારી આરટીઓ કેમ્પસમાં મોટા બેનરથી કરાશે.

નાનાં ગામો સહિત મણિનગર, વટવા કે પૂર્વ-પશ્ચિમ ઝોનના તમામ વિસ્તારોમાં રિક્ષાઓ ફરશે અને લાઉડ સ્પીકર દ્વારા જૂની નંબર પ્લેટ બદલવા પ્રચાર કરશે. ઉપરાંત દરેક ડીલર કે સર્વિસ સ્ટેશન પર તેના બેનર લાગશે પત્રિકા વહેંચાશે.  આ પ્રમાણેની રાઇડ દ્વારા રોજની ડીલરો થકી આરટીઓ ૩૦ હજાર નંબર પ્લેટ લગાવી શકશે.

HSRP માટે તડામાર તૈયારી
• રજાના દરેક દિવસે આરટીઓમાં નંબર પ્લેટ બદલવાનું ચાલુ રહેશે.
• સમય સવારના ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધી રહેશે.
• પેમ્ફલેટ વિતરણ, હોર્ડિંગ્સ, જાહેર ખબર દ્વારા લોકોને જાણ થશે.
• અમદાવાદના તમામ ડીલર, સર્વિસ સ્ટેશન પર બેનર લાગશે
• હોર્ડિંગ્સ દ્વારા નજીકના ડીલરનો સંપર્ક કરવા સમજ અપાશે.
• આરટીઓ તેના ડેટા મુજબ વાહન માલિકોને SMS કરશે.
• અમદાવાદ નજીકના ગામના કેમ્પ દ્વારા સમૂહમાં નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે.
• સરકાર દ્વારા નોડલ અધિકારી, એજન્સીની નિમણૂક જે નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા માટે તમામ સાધનો દ્વારા કાર્ય કરશે.
• પેમેન્ટ જ્યાં નંબર પ્લેટ બદલાશે ત્યાં ચૂકવવાનું રહેશે.
• બગડી ગયેલી HSRP નંબર પ્લેટ વિનામૂલ્યે બદલી અપાશે.

divyesh

Recent Posts

નૈતીતાલની આસપાસ ફેલાયેલું છે સુંદર સૌંદર્ય, એકવાર લ્યો અવશ્ય મુલાકાત…

શું તમે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો નૈનીતાલ છે એક સુંદર જગ્યા. જ્યાં તમે વરસાદનો આનંદ માણી શકો છે.…

1 min ago

Indian Navyમાં પડી છે Vacancy, 2 લાખ રૂપિયા મળશે Salary

ભારતીય નૌ સેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર કાર્યકારી શાખા (લોજિસ્ટિક અને લો કેડર)માં અધિકારી તરીકે…

44 mins ago

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ, જય અંબેના નાદ સાથે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટયા

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. રાજ્યભરમાંથી અંબાજીમાં પદયાત્રીઓ પહોંચી રહ્યા છે. રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં આવી…

1 hour ago

PM મોદી સિક્કિમની મુલાકાતે, રાજ્યના પ્રથમ એરપોર્ટનું કરશે ઉધ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સિક્કિમની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાગડોગરાથી એમઆઇ 8 હેલિકોપ્ટરથી અહી પહોંચ્યા હતા. સેનાના…

1 hour ago

Asia Cup : સુપર ફોરમાં ભારતે પાકિસ્તાનને કચડયું, ધવન-રોહિતે ફટકારી સદી

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપમાં સુપર-4 મુકાબલામાં 9 વિકેટ પરાજય આપ્યો છે. આ પહેલા ભારતે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. ભારતની…

2 hours ago

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

14 hours ago