Categories: India

યમુનાનગરમાં પુત્રવધૂના ડરથી અબજપતિ દંપતી ઘર બહાર નીકળી શકતું નથી

યમુનાનગર, ગુરુવાર
યમુનાનગરનું એક અબજપતિ દંપતી છેલ્લા કેટલાક સમયથી તેમની પુત્રવધૂના ડરથી ઘર બહાર નીકળી શકતું નથી. આ દંપતીએ આક્ષેપ કર્યો છે કે તેમની પુત્રવધૂએ પહેલાં તેના બોયફ્રેન્ડ અને પુત્રી સાથે મળીને તેમના પુત્રની હત્યા કરી હતી અને આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ ફરી તેમની પુત્રવધૂએ તેમના જ ઘરમાં કેદ કરી રાખ્યાં છે, જોકે પોલીસ આ બાબતને પારિવારિક વિવાદ ગણાવી રહી છે, બીજી તરફ આ બુઝુર્ગ દંપતી ઘર બહાર નીકળી શકતું નથી.

યમુનાનગરના પોશ વિસ્તાર હુડા સેક્ટર-૧૭માં આવેલા એક બંગલામાં પુત્રવધૂ તરીકે આવેલી પ્રિયંકા બત્રા સામે આક્ષેપ થઈ રહ્યા છે કે તે તેનાં સાસુ અને સસરા પાછળ પડી ગઈ છે. પ્રિયંકાના સસરા સુભાષ બત્રાએ જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂ પ્રિયંકા અને પૌત્રી ખ્વાઈશ અન્ય ત્રણ યુવકો સાથે તેમને મારવાના ઈરાદે ઘરમાં આવ્યાં હતાં પણ તેમણે દરવાજો ન ખોલતાં તેઓ બચી ગયાં હતાં.

ત્યારબાદ તેમણે પોતાની પત્ની સાથે એક રૂમમાં પુરાઈ જઈને તેમનો જીવ બચાવ્યો હતો. આટલું ઓછું હોય તેમ તેઓ જ્યારે પોલીસની મદદ માટે ગયાં ત્યારે પોલીસ અધિકારીએ તેમને મદદ કરવાના બદલે તેમની પુત્રવધૂ અને પૌત્રીને તેમના ઘરમાં જ રહેવા દેવાની સલાહ આપી હતી.

પોલીસના આવા વર્તનથી સુભાષ બત્રાને ભારે આઘાત લાગ્યો છે અને જણાવ્યું છે કે જેના પર તેમના પુત્રની હત્યાનો આક્ષેપ છે તેને પોલીસ ઘરમાં રહેવા દેવાનું કેમ કહી શકે? હાલ આ અબજપતિ દંપતી તેમની પુત્રવધૂના ડરથી ઘર બહાર નીકળી શકતું નથી.

Navin Sharma

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

3 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

4 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

4 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

5 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

5 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

7 hours ago