Ola આપી રહી છે 1 રૂપિયામાં 5 લાખનો વીમો

Ola કંપની રાઈડ-શેરિંગ સર્વિસ પૂરી પાડી છે. હાલ તેના કેબ અને ઓટો સર્વિસનો ઉપયોગ કરીને મુસાફરો માટે વીમા કાર્યક્રમની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, માત્ર 1 રૂપિયામાં Olaનો ઉપયોગ કરનારાઓને 5 લાખ સુધીની વીમા પૉલિસી આપવામાં આવી રહી છે, જેમાં સામાનનું નુકસાન, હોટલની કટોકટીની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

એક નિવેદનમાં, બેંગ્લોર સ્થિત કંપનીએ જણાવ્યું હતું કે, “Ola રાઈડ બૂક કરતા લોકોને રૂ. 5 લાખનો ટ્રીપ વીમો મેળવી શકે છે એટલે કે શહેરમાં મુસાફરી કરવા માટે એક રૂપિયો ખર્ચ કરવા પર મુસાફરી વીમા મળી શકે છે. તે જ સમયે, આ વીમા કવર Olaના ભાડા માટે 10 રૂપિયા હશે, જ્યારે શહેરની બહાર, વીમા માટે 15 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.

Olaએ મુસાફરી વીમાની સુવિધા માટે મુંબઈ સ્થિત કંપની ઇકો જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ અને ICICI લોમ્બાર્ડ સાથે ભાગીદારી કરી છે. કંપનીએ એવી આશા વ્યક્ત કરી છે કે 110 શહેરોના 12.5 મિલિયન લોકોને આ સુવિધાનો લાભ થઈ શકે છે.

ઇકો જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડના સ્થાપક અને CEO વરૂણ દુઆએ જણાવ્યું હતું કે, “Ola ભારતમાં ગતિશીલતાનો આગેવાન છે અને તેની સાથે મળીને કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. Ola સાથે મળીને, અમે ટ્રીપ વીમા શરૂ કર્યા છે જે વીમા ક્ષેત્રમાં એક નવો પ્રયોગ છે. જે લાખો Ola યુઝરો માટે ખૂબ મહત્વનું છે. આ સાથે, તેઓ ગભરાટમાં દરરોજ તણાવ વગર મુક્ત થઈને જઈ શકે છે.’

You might also like