Stock Market: શેરબજારમાં શુષ્ક ચાલ, ઓઈલ કંપનીઓના શેર ડાઉન

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૧ પોઇન્ટના ઘટાડે ૩૨,૨૨૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૩ પોઇન્ટના ઘટાડે ૧૦,૭૨૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓઇલ એન્ડ ગેસ સહિત બેન્ક, ઓટો શેર તૂટ્યા હતા તો બીજી બાજુ મેટલ કંપનીના શેરમાં ચમકારો નોંધાયો હતો.

અમેરિકાએ ઇરાન સાથે પરમાણુ ડીલ રદ કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક શેરબજાર સહિત ભારતીય બજાર ઉપર પણ તેની નકારાત્મક અસર જોવા મળી હતી. આજે શરૂઆતે ટાટા સ્ટીલ, ટીસીએસ અને યસ બેન્કના શેરમાં ૦.૭૧ ટકાથી ૧.૪૧ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર ૦.૮૯ ટકા તૂટ્યો હતો.

એચડીએફસી અને એસબીઆઇના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ૦.૪૮ ટકા તૂટી ૨૬ હજારની સપાટી તોડી નીચે ૨૫,૯૬૫ના લેવલે જોવા મળી હતી.

ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેર તૂટ્યા
બીપીસીએલ ૩.૨૦ ટકા
એચપીસીએલ ૩.૮૮ ટકા
ઈન્ડિયન ઓઈલ કોર્પો. ૨.૭૬ ટકા
પેટ્રોનેટ એલએનજી ૦.૮૨ ટકા
રિલાયન્સ ઈન્ડ. ૦.૪૦ ટકા

મેટલ કંપનીઓના શેર ચળક્યા
સેઈલ ૦.૫૨ ટકા
ટાટા સ્ટીલ ૧.૪૯ ટકા
વેદાન્તા ૧.૮૯ ટકા
નેશનલ એલ્યુ. ૧.૯૦ ટકા
હિન્દાલ્કો ૨.૮૯ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૩૮ ટકા

You might also like