Categories: Gujarat

અધિકારીઓ પણ જ્યોતિષના શરણે?

રાજ્યના આઇએએસ-આઇપીએસ અધિકારીઓ પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે. કયા વિભાગમાં પોસ્ટિંગ મળશે. સિનિયર અધિકારીઓ સાથે ફાવશે કે કેમ, પરિવારજનોની સમસ્યા જેવા અનેક પ્રશ્નોને લઇને તેઓ જ્યોતિષના શરણે જતાં હોય છે. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ કોઇ ને કોઇ સમયે જ્યોતિષીને પોતાનું ભવિષ્ય બતાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ એક આઇએએસ અધિકારીની ચેમ્બરમાં એક જ્યોતિષ નજરે પડ્યા હતા. આ જ્યોતિષે અધિકારીને તાકીદે રાહુના નંગની વીંટી વિધિ કરાવીને પહેરવાની સલાહ આપતાં આવનાર સમયમાં રાહુદશાને કારણે ન ગમતા વિભાગમાં બદલી થવાની શક્યતા બતાવી છે. આ ઉચ્ચ અધિકારીએ જ્યોતિષીની સલાહ પણ માનીને રાહુની વીંટી પહેરવાની શરૃઆત કરી દીધી છે.

આજકાલ અનેક અધિકારીઓના હાથમાં આવી કોઇ ને કોઇ ગ્રહના નંગની વીંટી જોવા મળે છે. રાજ્યના મુખ્ય સચિવ જી.આર.અલોરિયા પણ જમણા હાથમાં બે વીંટી પહેરે છે. જ્યારે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે.એન.સિંગ પણ જમણા હાથની ત્રીજી આંગળીમાં સિંદૂર કલરની વીંટી  પહેરે છે. એક અધિકારીના કહેવા પ્રમાણે મુખ્ય સચિવપદે અલોરિયા પછી સિંગનો જ નંબર માનવામાં આવે છે. અલોરિયા ૨૦૧૬ની મધ્યમાં જ નિવૃત્ત થશે. જો કે તે પહેલાં મુખ્ય સચિવ ન બની શકનારા એસ.કે.નંદા આ માસના અંતમાં સેવાનિવૃત્ત થશે. તેઓ પણ પોતાના હાથમાં ગ્રહ ન નડે તે માટે જ્યોતિષની સલાહ પ્રમાણે વીંટી પહેરે છે.

બે બાપુ પ્રધાનોનો સ્ટાફ છેલ્લા બે માસથી ભારે ચિંતામાં
ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચા ભાજપ અને મીડિયામાં ચાલી રહી છે. જોકે આ ચર્ચા સૌથી વધુ રાજ્યના બે પ્રધાનોના સ્ટાફમાં જોવા મળી. આ સ્ટાફ બીજા કોઈ પણ પ્રમુખ બને તેની તરફેણમાં છે, પરંતુ પોતાના પ્રધાન પ્રમુખ બને તો નોકરીનું શું તે પ્રશ્ન તેમની ચિંતાનું કારણ છે. નોકરી તો અન્ય વિભાગમાં મળી જશે પણ નવા પ્રધાન સાથે ફાવશે કે નહીં તેની ચિંતા આ સ્ટાફને વધુ સતાવે છે. વાત છે સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની. બંને પ્રધાનોનાં નામ પ્રદેશ પ્રમુખની રેસમાં ચર્ચાયાં ત્યારથી આ સ્ટાફ પોતાના ભવિષ્યને અંગે ચિંતિત છે. જોકે પ્રદીપસિંહનો સ્ટાફ તેઓ પ્રદેશ પ્રમુખ બને તે પણ ઇચ્છતો હતો, કારણ કે એમ થાય તો કાયદા વિભાગની આંટીઘૂંટીમાંથી છુટકારો મળે.સચિવાલયનાં સૂત્રો પણ કહે છે કે, પ્રદીપસિંહ પણ કાયદા વિભાગમાંથી છુટકારો ઇચ્છી રહ્યાં છે.

કોંગ્રેસ આર્થિક પછાત વર્ગ માટે અનામત બિલ લાવશે
ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ૨૨ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ દરમિયાન મળશે. આ સત્રનું ખાસ આકર્ષણ કોંગ્રેસ દ્વારા લવાનાર આર્થિક અનામતનું ખાનગી બિલ રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. અનામત મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરો ઘાલવાની તૈયારીઓ કરી છે. એક તરફ પાટીદાર અનામત આંદોલન અને બીજી તરફ અનામત વર્ગને થતાં અન્યાય સામેની લડત બાદ હવે આર્થિક નબળા વર્ગ માટે ૨૦ ટકા અનામતનું ખાનગી બિલ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ લાવશે. સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસની આ ચાલ પાછળ  ભાજપના નેતાઓ અને અધિકારીઓની સલાહ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુખ્યમંત્રી આનંદીબહેનને કોઇ પણ સંજોગોમાં ઘેરવા આર્થિક નબળા વર્ગ માટે અનામતનું બિલ લાવવાની સલાહ કોંગ્રેસને અપાઈ છે.

હાર્દિક પટેલ સામે પગલાંની વાત કરનારનું હૃદય પરિવર્તન

પાટીદાર આંદોલનનો ટર્નિંગ પોઇન્ટ હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદથી આવ્યો. હાર્દિક લાંબા સમયથી જેલના સળિયા પાછળ રહી આંદોલન ચલાવી રહ્યો છે. જોકે હાર્દિક સામે રાજદ્રોહની ફરિયાદ કરનાર નરેન્દ્ર ગઢવી એકાએક ફરિયાદ પાછી ખેંચવા તૈયાર થયો છે. આ હ્ય્દયપરિવર્તન માટે તે અનામત  આંદોલન વાજબી હોવાનો અને એસપીજીના લાલજી પટેલની સમજાવટથી આ માટે તૈયાર થયાની વાત કરે છે. કાયદા નિષ્ણાતોના મતે કોર્ટમાં હાર્દિક સામે ચાર્જશીટ ફાઇલ થઇ ગઇ છે. જેથી હવે સમગ્ર ઘટના કોર્ટમાં છે.

કોર્ટ જ નક્કી કરશે કે હાર્દિક સામેની રાજદ્રોહની ફરિયાદ પાછી ખેંચવી કે કેમ? જોકે નરેન્દ્ર ગઢવીના આ વર્તનથી એક સિનિયર પ્રધાન ખૂબ નારાજ થયા છે. આ પ્રધાનના મતે હાર્દિક સામે પગલાં ભરવાં આ જ ફરિયાદી દસ વખત તેમની પાસે આવ્યો હતો અને રજૂઆતો કરી હતી. લેખિતમાં રજૂઆત કર્યાનો દાવો પણ આ પ્રધાન પ્રધાન કરી રહ્યા છે. હવે ગુસ્સે ભરાયેલા પ્રધાને સ્પષ્ટ કર્યું કે ફરિયાદીને જે કરવું હોય તે કરે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જોકે સૂત્રોની જાણકારી પ્રમાણે સરકાર સાથે સમાધાનની ભૂમિકા અંતર્ગત જ ફરિયાદીનું રાતોરાત હ્ય્દયપરિવર્તન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં ગુસ્સે ભરાયેલા પ્રધાનની પણ મહત્ત્વની ભૂમિકા હોવાનું ગૃહ વિભાગના અધિકારીઓનું માનવું છે.

હિતલ પારેખ

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

11 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

11 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

11 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

11 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

11 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

11 hours ago