ISISનાં ભાગી રહેલા આતંકવાદીઓ યૂરોપ પર રાસાયણીક હૂમલો કરી શકે : રિપોર્ટ

લંડન : ઇરાક અને સીરિયાથી જીવ બચાવીને ભાગી રહેલા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ યૂરોપમાં તબાહી મચાવી શકે છે. ખુંખાર આતંકવાદી સંગઠન યૂરોપ પર વિનાશકારી રસાયણ હૂમલો કરે તેવી શક્યતાઓ છે. વૈશ્વિક રસાયણીક હથિયારો પર નજર રાખનારી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાની તપાસ રિપોર્ટમાં આ ખતરા અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે.

પેરિસમાં એક સંરક્ષણ સંમ્મેલનમાં ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વૈપન્સના એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપી કે ઇરાક અને સીરિયાથી ભાગી રહેલા આઇએસ આતંકવાદીઓ રસાયણીક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. ઓપીસીડબલ્યુના વેરિફિકેશન ડિવિઝનનાં ડાયરેક્ટર ફિલિક ડેનિયરે કહ્યું, આ એક મોટો ખતરો છે જેનો સામનો કરવો આપણે જરૂરી છે. આઇએસ ઝેરી મસ્ટર્ડ ગેસનો ઉપયોગ જનતા પર કરી શકે છે.

નોંધનીય છે કે આઇએસ સપ્ટેમ્બરમાં ઉત્તરી ઇરાકમાં અમેરિકી સુરક્ષા દળો પર પણ હૂમલો કરી ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રસાયણીક હૂમલો એટલો ઘાતક હોય છે કે લોકોના શ્વાર રૂંધાઇ જાય છે અને મોતને ભેટે છે. ઝેરી ગેસ સીધો આંખ અને ત્વચા પર અસર કરે છે. જેના કારણે માણસનું ખુબ તડપી તડપીને મોત થાય છે.

You might also like