ઓટ્સના હેલ્ધી પરાઠા ખાઓ, હેલ્ધી રહો

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ

1 કપ ઓટ્સ

મીંઠુ સ્વાદ અનુસાર

તેલ જરૂર પૂરતુ

½ ચમચી મરચું

½ ચમચી આમચૂર પાવડર

1 ચમચી મેથી

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક પેનમાં ઘઉંનો લોટ, એક ચમચી તેલ, મીંઠુ અને પાણી એડ કરીને લોટ બાંધી દો. ત્યાર બાદ અન્ય એક વાસણમાં ઓટ્સમાં પાણી મિક્સ કરો. ઓટ્સ પલડી જાય પછી તેમાંથી પાણી નિકાળી લો. હવે ઓટ્સમાં મીંઠુ, આમચૂર પાવડર, કસૂરી મેથી અને મરચૂ પાવડર મિક્સ કરો. હવે ઘઉંના લોટમાંથી પરોઠુ વણો, તેમાં વચ્ચે ઓટ્સનું મિક્ષણ રાખો અને ચારે બાજુથી સિલ કરી અને પરોઠુ વણીલો. આ જ રીતે તમામ પરાઠા વણીલો અને તેલમાં લાઇટ બ્રાઉન કલરના શેકી લો. આ હેલ્ધી પરાઠાને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

You might also like