warm cloth and heater atm himachal pradesh - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

OMG! ATM ને પણ લાગી ઠંડી, ધાબળા અને રૂમ હીટરની લેવી પડી મદદ

atm

આ ભયંકર ઠંડીમાં તમારી જ હાલત ખરાબ છે ? બિલકુલ નહીં હવે તો બેંકોના એટીએમ પણ ઠંડીથી હેરાન છે, એટલે જ તો તેને ચલાવવા માટે એટીએમ મશીનને પણ ગરમ કપડા પહેરાવામાં આવી રહ્યાં છે. તેમજ એટીએમ સેન્ટરમાં ગરમી માટે હીટર રાખવામાં આવી રહ્યાં છે. આજે કાશ્મીરથી લઇને દિલ્હી અને કાનપૂરથી લઇને અમદાવાદ સુધી તાપમાન 4 ડીગ્રી સુધી પહોંચી ગયું છે.

એવામાં ઉત્તર ભારતના ઘણા શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીથી લોકો પરેશાન થઇ ગયા છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ઠંડી સહન થાય તેવી હોય છે પરંતુ હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારમાં ભયંકર ઠંડી અને હિમવર્ષના કારણે પરિસ્થિતિ ઘણી કથળી ગઇ છે. અહીના લાહૌલ-સ્પિતી જિલ્લામાં તાપમાન ઝીરોથી પણ નીચે જતું રહ્યું છે. જેના કારણે એટીએમ મશીન ઠીક રીતે કામ કરી શકતા નતી અને વારંવાર જામ થઇ જાય છે.

આ કારણોસર આ જગ્યા પરના એટીએમ મશીનને ગરમ ધાબળા પહેરાવી દેવામાં આવે છે. તેમ છતાં પણ એટીએમ મશીન અને તેના પાવર બેકઅપને મેઇન્ટેન રાખવા માટે એટીએમ કેબિનમાં રૂમ હીટર પણ લગાવામાં આવી રહ્યાં છે. જેના કારણે એટીએમ મશીનદિવસ ભર સરખી રીતે વર્ક કરી શકે. જો વીજળી ન હોય તો મશીન બિલકુલ કામ કરી શકે નહીં.

હિમાચલના મનાલીની નજીક 126 કિમી દૂર કાયલોગમાં ક્યારેક ક્યારેક દિવસનું તાપમાન માઇનસ 5 થી 10ની વચ્ચે રહે છે. ઠંડીના કારણે એટીએમનું કન્વેયર બેલ્ટ જામ થઇ જાય છે, અને જ્યાં સુધી તેને ખોલીને તેને ઠીક કર્યા બાદ પૈસા નીકાળી શકાય છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...