VVIP tree in the MP which is spent on millions of rupees - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

આ છે ભારતનું સૌથી VVIP ઝાડ, જેનું એક પત્તું પણ સૂકાઈ જાય તો સરકાર દોડવા લાગે છે

VVIP

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરના પહાડ પર એક એવું ઝાડ આવેલું છે, જે દેશનું વીવીઆઈપી ઝાડ છે, જેની 24 કલાક માટે સુરક્ષા થાય છે. આ ઝાડ માટે પાણીના ટેન્કરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

100 એકરની પહાડી જમીન પર 15 ફૂટ ઉંચી લોખંડની જાળીની વચ્ચે આ ઝાડ આવેલું છે. આ વીવીઆઈપી વૃક્ષ છે બોધિવૃક્ષ. આ બોધિવૃક્ષની સુરક્ષામાં 24 કલાક 4 હોમગાર્ડ્સ રહે છે. આ ઝાડની સિંચાઈ માટે સાંચી નગરપાલિકાએ ખાસ પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી છે. આ બોધિવૃક્ષને બીમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે તપાસ માટે આવે છે. આ બધું જ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ થાય છે.

આ સમગ્ર પહાડી વિસ્તારને બૌદ્ધ યુનિવર્સિટી માટે ફાળવવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બર, 2012ના રોજ આ બોધિવૃક્ષને શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ વાવ્યું હતું. ઉલ્લેખનીય છે તે તથાગત બૌદ્ધને આ બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સમ્રાટ અશોક આ જ ઝાડની ડાળીને શ્રીલંકા લઈ ગયા હતા અને અનુરાધાપુરમમાં વાવી હતી. આ જ ઝાડની ડાળીને સાંચી બૌદ્ધ યુનિવર્સિટીમાં પણ વાવવામાં આવી હતી.

આ ઝાડનું એક પત્તું પણ સૂકાઈ જાય તો સરકાર તરત જ ચેતી જાય છે. આ ઝાડ સુધી પહોંચવા માટે ભોપાલ-વિદિશા હાઈવે પર પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ ઝાડની દેખરેખ અને સંભાળ માટે વર્ષે 12 થી 15 લાખ ખર્ચવામાં આવે છે. એક તરફ આ રાજ્યમાં થોડા દેવા માટે થઈને ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે ત્યાં આવો ખર્ચો થઈ રહ્યો છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...