the world s first pregnant man - Sambhaav News
Tue, Oct 24, 2017
mobile apps
Sambhaav Audio News

OMG: એક બાદ એક 3 બાળકોને જન્મ આપ્યો દુનિયાના આ પહેલા પુરુષે

preganent-men

વર્ષ 2008માં થોમસ બેટી નામના એક પુરુષે 9 મહીનાનું ગર્ભધારણ કરીને એક સ્વસ્થ બાળકને જન્મ આપીને બધાને ચોંકાવી દીધા છે. ત્યારબાદ થોમસે પોતાની પૂર્વ પત્ની નેન્સીની સાથે મળીને એક બાદ એક કરીને ત્રણ બાળકોને જન્મ આપ્યો. ત્યારબાદ 2012માં થોમસ અને નેન્સીએ છૂટાછેડા લઇ લીધા.

હજુ સુધી ત્રણેય બાળકોની કસ્ટડી નેન્સી પાસે છે. છૂટાછેડા બાદ 2016માં થોમસે અમ્બર નિકોલ્સની સાથે બીજા લગ્ન કરી લીધા. ત્રણ વખત પુરુષ તરીકે મા બન્યા બાદ હવે થોમસ પોતાની નવી હમસફરની સાથે આ વખતે પિતા બનવા ઇચ્છે છે.

થોમસે એક પુરુષ તરીકે જન્મ લીધો નહતો. એ એક છોકરી હતો, જ્યારે એ 10 વર્ષનો હતો ત્યારે તેને મહેસૂસ થયું કે એને પુરુષ બનવું છે. 23 વર્ષની ઉંમરમાં એમણે ટેસ્ટોરોન હોર્મોન ટ્રીટમેન્ટ કરવાનું શરૂ કર્યું કારણ કે એ એક પુરુષની જેમ જીંદગી પસાર કરી શકે. ત્યારબાદ માર્ચ 2002માં એક સેક્સ રિઆઇસનમેન્ટ સર્જરીના સહારે એ એક પુરુષમાં બદલાઇ ગયો. પરંતુ એની અંદર હજુ પણ ગર્ભાશય છે.

નેન્સી કેટલાક કારણોથી ગર્ભધારણ કરી શકતી નહતી એવામાં થોમસે એનો નિર્ણય કર્યો કે એ ગર્ભધારણ કરીને બે બાળકોને જન્મ આપશે. ત્યારબાદ 2008માં થોમસ પહેલી વખત ગર્ભવતી થયો. પરંતુ 2012માં નેન્સી અને થોમસે છૂટાછેડા લઇને 10 વર્ષનો જૂનો સંબંધ ખતમ કર્યો. એ દરમિયાન એને 3 બાળકોને જન્મ આપ્યો.

થોમસે જણાવ્યુ કે મા બનવાનો અનુભવ આ દુનિયામાં સૌથી અદભુત અનુભવ હોય છે. પરંતુ હું ઇચ્છું છું કે આ વખતે અમ્બર મા બને અને હું એક પિતાની જેમ એની પ્રેગનેન્સીનો અનુભવ કરવા ઇચ્છું છું. કારણ કે હાલમાં ડોક્ટરે થોમસને ફરીથી પ્રેગનેન્ટ નહીં થવાની સલાહ આપી છે. કારણ કે 6 વર્ષ પહેલા સેક્સ ચેન્જ ઓપરેશન બાદ એક પુરુષ બન્યો છે. પરંતુ હજુ પણ તે ગર્ભવતી બની શકે છે કારણ કે હજુ પણ એના શરીરમાં ગર્ભ છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...