taxax woman Pregnant Obese - Sambhaav News
Tue, Jun 27, 2017
mobile apps
Sambhaav Audio News

દુનિયાની સૌથી મેદસ્વી ગર્ભવતીનો રેકોર્ડ બનાવવાની રેસમાં ટેક્સાસની મહિલા

taxax-women

નવી દિલ્હી: અામ તો મહિલાઅો પ્રેગ્નન્સી દરમિયાન પૌષ્ટિક ખોરાક ખાય છે, જેથી તેમના બાળકને જન્મ સમયે કોઈ પરેશાની ન થાય અને તેમનું બાળક પણ હેવી બને, પરંતુ અમેરિકાના ટેક્સાસની મહિલાની વાત સાવ અલગ છે. મો‌િનકા નામની અા મહિલા ત્રીજી વાર પ્રેગ્નન્ટ થઈ છે.

મોનિકા હાલમાં એટલા માટે વધુ ખોરાક અારોગી રહી છે, કેમ કે તે દુનિયાની સૌથી મેદસ્વી ગર્ભવતી મહિલાનો રેકોર્ડ બનાવી શકે. મોનિકા રિલેનો પાર્ટનર સીડ પણ તેને મદદ કરી રહ્યો છે. મો‌િનકા હાલ પોતાનું વજન ‍વધારવા માટે ૧૦ હજાર કેલરી લઈ રહી છે.

૨૮ વર્ષીય મોનિકા રિલેનું હાલમાં વજન ૩૦૦ કિલો છે અને તે પોતાનું વજન વધારવા માટે મોટી માત્રામાં જંક ફૂડ, ડબલ ચીઝ બર્ગર, ૩૦ ચિકન અને ઘણો બધો અાઈસક્રીમ ખાઈ જાય છે. મોનિકા ગયા ઉનાળામાં ગર્ભવતી બની હતી, પરંતુ માતા ન બની શકી. બીજી વખત ૧૪ મહિના ગર્ભવતી રહ્યા બાદ તેનો ગર્ભપાત થયો.

મોનિકા હવે ત્રીજી વાર પ્રેગ્નન્ટ થઈ છે. અા વખતે તે કોઈ પણ કિંમતે માતા બનવા ઇચ્છે છે. તે જમવામાં છ બિસ્કિટ, મોટા બાઉલમાં સેરેલ, બે વજન વધારતા શેક, ચાર મેક્સિકન સેન્ડ‌િવચ, ચાર ડબલ ચીઝ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ૩૦ ચિકન નગેક્સ, ચીઝ, ટેકોબેલ ‌િટ્રટ્સ અને ગેલન ભરીને અાઈસક્રીમ ખાય છે.

મોનિકાઅે કહ્યું કે હું મારી જિંદગીમાં સૌથી મેદસ્વી મહિલા બનવા ઇચ્છું છું અને પથારીમાં પડી રહેવા ઇચ્છું છું. હવે હું ગર્ભવતી છું અને અા દરમિયાન સૌથી મેદસ્વી મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કરવા ઇચ્છું છું. દુનિયા સામે પોતાની મેદ‌િસ્વતા દર્શાવવા મો‌િનકાઅે ફોટો શૂટ પણ કરાવ્યો છે. તે અલગ અલગ ટીવી ચેનલ દ્વારા ગર્ભ ધારણ માટેની ફીલિંગને દર્શાવે છે.
http://sambhaavnews.com/

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...