china richest women - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

OMG! 4 દિવસમાં આ યુવા મહિલાએ કરી અધધ... કમાણી, જાણો કેવી રીતે?

yang-huiyan

શું તમે એ વાત પર ભરોસો કરી શકો છો કે કોઇ વ્યક્તિ 4 દિવસમાં જ કરોડપતિ બની શકે. કોઇ વ્યક્તિની 4 દિવસની અંદર સંપત્તિ 13.3 લાખ કરોડ વધી શકે છે. ભરોસો કરવો મુશ્કેલ છે પણ આ વાત સાચી છે.

ચીનની એક યુવા મહિલા સાથે આમ થયું છે. ચીનની 36 વર્ષની યુવા મહિલા યાંગ હૂયાંગની સંપત્તિ માત્ર 4 દિવસમાં 13.3 લાખ કરોડ રૂપિયા વધી ગઇ. યાંગ કન્ટ્રી ગાર્ડેન હોલ્ડિંગ કોર્પોરેશન નામની કંપનીની વાઇસ ચેરમેન અને શેર હોલ્ડર છે.

બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ ચીનની સૌથી યુવા અરબપતિ યાંગ હૂયાંગની સંપત્તિ 2.1 અરબ ડોલર એટલે કે 13.3 લાખ કરોડ વધી ગઇ. આ સંપત્તિ માત્ર ચાર દિવસની અંદર વધી. 4 દિવસની યાંગની સંપત્તિના વધારેએ રેકોર્ડ બનાવી દીધો અને તે ચીનની પાંચમી સૌથી ધનવાન વ્યક્તિ બની ગઇ.

યાંગ કે પિતાએ 1992માં કન્ટ્રી ગાર્ડેન હોલ્ડિંગ્સ કોર્પોરેશન નામની કંપની બનાવી. યાંગે 2005માં આ કંપનીની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ તેણે આ કંપનીને નવી ઉંચાઇ પર પહોંચાડી હતી. દેશની સૌથી વધારે મિલ્કતવાળી કંપની બનાવી દીધી છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...