Categories: Gujarat

NRI ક્વોટામાં હવે NRIનાં સંતાનોને જ પ્રવેશ

ગાંધીનગર: આજે વિધાનસભાગૃહમાં ખાનગી મેડિકલ કોલેજોના પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ અંગેનું બિલ બહુમતીથી પસાર કરાયું હતું. આ વિધેયક ગૃહમાં રજૂ કરતાં આરોગ્યપ્રધાન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે એનઆરઆઇ બેઠકોને સંબંધ છે ત્યાં સુધી આ બેઠકનો પૂરો લાભ એનઆરઆઇ દ્વારા સંપૂર્ણપણે લેવાતો નથી. આવી મોટા ભાગની બેઠકો એનઆરઆઇના આશ્રિત હોય તેવા વિદ્યાર્થીઓથી જ ભરવામાં આવે છે.

આ હેતુ સંપૂર્ણપણે પાર પડતો નથી તેને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ દ્વારા મેડિકલ કોલેજોમાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ બાબતનો વટહુકમ ર૦૧૬માં પ્રસ્થાપિત કરાયો હતો, જેને ગુજરાત હાઇકોર્ટમાં એસસીએ ૯૯૧પ અને અન્ય દ્વારા પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે એનઆરઆઇનાં સાચાં સંતાનો અને પાલ્યોને લાગુ પડતો હોય તેટલે સુધી
સદરહુ વટહુકમને રદ કરીને સ્પષ્ટ કર્યું હતું.

હાઇકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને સરકારે એનઆરઆઇની બેઠકોને લગતી જોગવાઇ સાચા અને યોગ્ય એનઆરઆઇનાં સંતાનોને માટે ચાલુ રાખવાનો અને તેના આશ્રિતોને પ્રવેશ માટે વિચારણામાં નહીં લેવાનો નિર્ણય કર્યો છે તે મુજબ ‘બિનનિવાસી ભારતીયો માટેની બેઠકો’ શબ્દની વ્યાખ્યા યોગ્ય રીતે સુધારવાનું નક્કી કર્યું છે. તે મુજબ નિયમન સમિતિની સત્તામાં ફેરફાર કરવાની તક અપાઇ છે. તે મુજબ ત્રણ સળંગ શૈક્ષણિક વર્ષ માટે એક જ સમયે જુદી જુદી ફી નક્કી કરવાની તેમજ વિદ્યાર્થીને જેમાં પ્રવેશ અપાયો હોય તે વ્યાવસાયિક અભ્યાસક્રમના ગાળા દરમિયાનના દરેક વર્ષ માટે જુુદી જુદી ફી નક્કી કરવાની સત્તા મળે છે. આ બિલ પર ચર્ચા બાદ ઉપરોકત બિલ ગૃહમાં બહુમતીથી પસાર કરાયું હતું.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago