NRI ડોક્ટરના ઘરમાંથી ડોલર-રૂપિયાની ચોરી

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગર વિભાગ-2માંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને યુ.એસ. ડોલરની ચોરી થઇ છે.

શીલાબહેન યોગેશભાઈ પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગર વિભાગ-2માં તેમની બે પુત્રીઓ સાથે રહે છે. તેમના પતિ યોગેશભાઈ અમેરિકા ખાતે ડોક્ટર છે.15 દિવસ પહેલાં જ શીલાબહેન પુત્રીઓ સાથે અમેરિકાથી પરત આવ્યાં હતાં. 1 જુલાઈના રોજ મુંબઈ ખાતે સામાજિક પ્રસંગ હોવાથી તેઓ પુત્રીઓ સાથે મુંબઈ ગયાં હતાં. ગઈ કાલે વહેલી સવારે તેઓ મુંબઈથી પરત ઘરે ફર્યાં ત્યારે બેડરૂમમાં રહેલ શો-કેસમાંથી સોનાના દાગીના અને ડ્રોઅરમાં રાખેલા રોકડા રૂપિયા 1.50 લાખ અને 3500 જેટલા યુ.એસ. ડોલરની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તસ્કરોએ મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશીને ચોરી કરી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like