NPAની સમસ્યા ઉકેલવા RBIને વધુ સત્તા અપાશે

નવી દિલ્હી: દેશની સાર્વજનિક સેક્ટરની બેન્કો પાછલા કેટલાક સમયથી નોન પરફોર્મિંગ એસેટની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. એનપીએની આ સમસ્યાના ઉકેલ માટે સરકાર નક્કર યોજના ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે. સરકારે આરબીઆઇને આ અંગે વધુ સત્તા આપતો ખરડો આપવાની તૈયારીઓ શરૂ કરી છે.

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં એમેન્ડમેન્ટ દ્વારા વટહુકમ જાહેર કરી આરબીઆઇની બેડ લોન અંગે બેન્કોને દિશા નિર્દેશ આપવાની સત્તા આપે તેવી શક્યતા છે. સરકારના નવા કાયદા અંતર્ગત આરબીઆઇને ઓવર સાઇટ કમિટી રચવાની સત્તા મળશે, જે લોનની રિકવરી માટેના નિર્ણયમાં તપાસ એજન્સીના પગલા સામે બેન્કર્સને રક્ષણ આપશે. સરકારી બેન્કોની ગ્રોસ એનપીએ ડિસેમ્બર-૨૦૧૬માં પૂરા થતા સુધીમાં છ લાખ કરોડે પહોંચી હતી, જે કુલ ધિરાણા ૧૨.૨૩ ટકા છે. ઊંચી એનપીએના કારણે બેન્કો ધિરાણ કરતા ખચકાઇ રહી છે. આ જ કારણથી વ્યાજના દરમાં ઘટાડો પણ અટકાવી દીધો છે, જેની નેગેટિવ અસર ખાનગી રોકાણ પર થઇ રહી છે અને તેના લીધે વૃદ્ધિ ધીમી પડી છે.
http://sambhaavnews.com/

You might also like