આ નિયમના કારણે હવે મોબાઈલ નંબર 13 આંકડાનો થઈ જશે!

0 89

કેન્દ્રીય સંચાર મંત્રાલયે બધા રાજ્યોમાં નવા મોબાઈલ નંબર અંગે નિર્દેશ જારી કરી દીધા છે. BSNLએ તેના માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે તમારો મોબાઈલ નંબર બદલાઈ જશે. તમારો મોબાઈલ નંબર હવે 10 આંકડાનો નહીં બલ્કે 13 આંકડાનો બનશે. 1 જુલાઈ 2018 બાદ હવે નવા મોબાઈલ નંબર 13 આંકડાના રહેશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે આ નિર્દેશ બધા રાજ્યોને મોકલી દીધા છે.

શા માટે બંધ થાય છે 10 નંબરની સિરીઝ
સૂત્રો પ્રમાણે, બેઠકમાં કહેવાયું હતું કે, 10 અંકોના લેવલમાં હવે નવા નંબરો મળતા નથી. જેના કારણે હવે 13 આંકડાની સિરીઝ શરૂ કરાશે.

સિસ્ટમ અપડેટ કરવી પડશે
મોબાઈલ નંબરની નવી સિરીઝ આવવાના કારણે તમામ ટેલિકોમ કંપનીએ સિસ્ટમને અપડેટ કરવી પડશે. BSNLએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2018 સુધી જૂના મોબાઈલ નંબર પણ આ પ્રક્રિયા હેઠળ બદલાઈ જશે.

કેવી રીતે બદલાશે વર્તમાન નંબર
સૂત્રો પ્રમાણે હાલના 10 આંકડાના મોબાઈલ નંબરને 13 આંકડાનો કરી દેવામાં આવશે. જો કે આ નવા 3 આંકડા આગળ જોડવામાં આવશે કે પાછળ તે નક્કી કરાયું નથી.

loading...

Leave A Reply

Your email address will not be published.