ATMથી માત્ર ત્રણ વાર ફ્રીમાં કાઢી શકશો રૂપિયા, ડિજિટલ પેમેન્ટને વધારવા લેવાઈ શકે છે નિર્ણય

નવી દિલ્લી: ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહ્ન આપવા માટે કેન્દ્ર સરકાર એટીએમથી રૂપિયા કાઢવાની સંખ્યા ઓછી થઈ શકે છે. આ વાત કેન્દ્ર સરકારે દેશની બેંકને માટે પ્રસ્તાવ મૂક્યો છે. મીડીયાના મળેલી માહિતી પ્રમાણે સરકાર એટીએમથી ફ્રી ટ્રાન્જેક્શનની સંખ્યાને ઘટાડીને માત્ર 3 કરવાનું વિચારી રહ્યું છે.

અત્યાર સુધી નિયમો પ્રમાણે એક મહિનામાં 8થી 10 વાર સુધી એટીએમમાંથી પૈસા કાઢવા પર બેંક ફી નથી લેતી. એમાં બીજા એટીએમથી પૈસા કાઢવાની પણ કદાચ લિમિટ છે.

દેશની બેંકને અધિકારીઓએ નાણાં મંત્રી અરુમ જેટલી સાથે બજેટ પહેલા જ બેઠકમાં આ વાતની ચર્ચા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટસને પ્રોત્સાહ્ન આપવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે. મીડિયાને મળતી માહિતી પ્રમાણે એક બેંકરે જણાવ્યું કે નાણા મંત્રાલય સાથે ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની સંખ્યાને ઓછી કરીને પ્રતિ મહિને 3 કરવાનો પ્રસ્તાવ મૂકવા પર ચર્ચા થઈ ચૂકી છે. આ પૂરી કવાયતને કેશ ઓછામાં ઓછી કાઢવાનો પ્રયોગ માટે કરવામાં આવી રહી છે.

You might also like