OMG! સૂરજની રોશનીથી પણ હવે પાણી શુદ્ધ થઈ શકશે

વોશિંગટન: વધતા જતા પ્રદૂષણના કારણે છેલ્લાં કેટલાંક વર્ષમાં સ્વચ્છ પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે ત્યારે વિજ્ઞાનીઓએ કાર્બન પેપર આધારિત નવી ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે જેમાં માત્ર સૂરજની રોશનીથી પાણીને શુદ્ધ કરી શકાશે.

આજથી બે હજાર વર્ષ પહેલાં ગ્રીસના દાર્શનિક અરસ્તુએ પાણીને વરાળમાં ફેરવી ફરી બાષ્પને ઠંડું કરી જળને શુદ્ધ કરવાનો નિયમ આપ્યો હતો. પરંતુ આ પ્રાકૃતિક વિધિમાં કેટલીક ઊર્જા પર્યાવરણમાં ફેલાઈને બરબાદ થઈ જાય છે. જ્યારે નવી ટેકનોલોજીમાં આ રીતે ઊર્જાનો અપવ્યય થતો નથી.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ બફેલોના સંશોધકોએ પાણીને સુકવવા અને વરાળ બનાવવા માટે કાર્બન -ડિપ્ડ પેપરને ઊલટા વી આકારમાં વાળી દઈ પેપરના નીચલા ભાગને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યો હતો. જેમાં ઢોળાવવા‍ળા આકારના કારણે રોશનીની તીવ્રતા ઓછી થઈ જાય છે. તેનાથી પેપર માત્ર એટલી જ સૌર ઊર્જાના તાપમાં પરિવર્તિત કરે છે જે બાષ્પીકરણ માટે જરૂરી છે.

આમ તો સામાન્ય પ્રક્રિયામાં જ્યાં એક કલાકમાં ૧.૬૮ લિટર સાફ થાય છે.ત્યાં કાર્બન પેપરના પ્રયોગથી ૨.૨ લિટર પાણીને શુદ્ધ કરી શકાય છે. સંશોધકોનો દાવો છે કે અનેક વિજ્ઞાનીઓ કાર્બન આધારિત નૈનો મટીરિયલ્સ તૈયાર કરવામાં વ્યસ્ત જણાઈ રહ્યા છે. જયારે અમે બહુ ઓછા ખર્ચમાં એવી ટેકનોલોજી વિકસાવી છે કે જે અન્ય ટેકનોલોજી કરતા પણ સારા પરિણામ આપી શકે છે. આ રીતે સૂરજની રોશનીથી પણ હવે પાણીને શુદ્ધ બનાવી શકાશે તેવો વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે.

You might also like