હવે પ્રવાસીઓ તાજમહેલને માત્ર 3 કલાક જ નિહાળી શકશે

ન્યૂ દિલ્હીઃ આગામી એપ્રિલ મહિનાથી જો તમે હવે તાજમહેલ જોવા જશો તો આપે ત્રણ કલાકની અંદર જ સંપૂર્ણ પરિસર જોઇને બહાર આવી જવું પડશે. આ સાથે જ પ્રવાસીઓની ટિકીટમાં પણ સામાન્ય વધારો થવા જઇ રહ્યો છે.

પર્યટન અને સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ જાણકારી આપતા જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે તાજમહેલ દેખવા આવનાર દેશ-વિદેશનાં લાખો પ્રવાસીઓની સંખ્યામાં કોઇ જ પ્રતિબંધ લાગવો ના જોઇએ.

પરંતુ સાથે સરકાર એવો પણ નિર્ણય લેવા જઇ રહી છે કે જેનાંથી આ વિશ્વ પ્રસિદ્ધ સ્મારક આવનારી અનેક સદીઓ સુધી ભારતનું ગૌરવ બની રહેશે. એમણે વધુમાં એમ જણાવ્યું કે સરકાર આ નિર્ણય નીરીનાં રિપોર્ટની ભલામણનાં આધારે લેવા જઇ રહી છે.

જેથી પર્યાવરણ અને અન્ય દ્રષ્ટિઓથી તાજમહેલને સુરક્ષિત રાખી શકાશે. તાજમહેલ પરિસરમાં પ્રવેશ માટે ટિકીટનો દર પણ હવે 40 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવશે. તેમજ આનાં માટે ઇ-ટિકીટ પણ ઉપલબ્ધ રહેશે.

You might also like