OMG! હવે માત્ર આઠ મિનિટમાં ચાર્જ થઈને 200 KM ચાલશે કાર

નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની એબીબીએ ગ્લોબલ મોબિલિટી સમિટ દરમિયાન ગઇ કાલે ઝડપથી કાર ચાર્જ કરતી સિસ્ટમ રજૂ કરી. તે કારની બેટરીને માત્ર આઠ મિનિટમાં જ ચાર્જ કરી શકે છે, જે ર૦૦ કિમી સુધી ચાલી શકે છે.

સરકારે આ પ્રકારનાં વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટા પ્રમાણમાં કામ કરવું જોઇએ. તેનાથી પેટ્રોલનો વપરાશ ઘટશે અને પર્યાવરણ માટે પણ લાભદાયી પુરવાર થશે. એબીબીએ એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં પહેલી વાર એબીબીએ ટેરા એચપી ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ આઠ મિનિટમાં જ કાર ચાર્જ કરી શકે છે, જેના કારણે કાર ર૦૦ કિમી સુધી ચાલશે. તે હાઇવેની સાઇડમાં અને પેટ્રોલ પંપ પર લગાવવા માટે યોગ્ય છે.

અહીં ચાર્જિંગમાં લાગતો સમય ઓછો કરવા માટે વધુ વીજળીની જરૂર પડશે. એબીબીના સીઇઓ ઉલરીચ સ્પિસશોફર મૂૂવ ગ્લોબલ મોબિલિટી સમિટ દરમિયાન ત્યાં હાજર હતા.

સંમેલન દરમિયાન ત્યાં તેમણે ઉલરીચની ઇલેક્ટ્રિક કાર સાથે જોડાયેલી ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના અને લક્ષ્યની પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ર૦૩૦ સુધી પોતાનાં કુલ વાહનોમાં લગભગ એક તૃતીયાંશ ઇલેક્ટ્રિક વાહન સામેલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વાયુ પ્રદૂષણને ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી મોદી સરકારે ર૦૩૦ સુધી વીજળીથી ચાલતાં વાહનોની સંખ્યા વધારીને ૩૦ ટકાથી વધુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

10 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

10 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

12 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

12 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

12 hours ago