OMG! અમેરિકા પોતાની આર્મી માટે તૈયાર કરશે રોબોટ…

વોશિંગ્ટન: દુનિયાભરના વિજ્ઞાનીઓ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક પર કામ કરી રહ્યા છે અને તેના દ્વારા આધુુનિક રોબોટ કમ્પ્યૂટર પ્રોગ્રામ અને મોબાઇલ વિકસાવવામાં આવી રહ્યા છે તેમાંથી કેટલાક માનવજીવનનું અભિન્ન અંગ બની ચૂક્યા છે તો કેટલાક ભવિષ્યમાં મનુષ્યના કામને સરળ બનાવવાના કામમાં લાગશે.

અમેરિકી વિજ્ઞાનીઓએ તેમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. તેમણે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક વિકસાવી છે, જેના દ્વારા રોબોટ અને કમ્પ્યૂટર પ્રોગ્રામ વ્યકિત સાથે વાતચીત કરવામાં સક્ષમ બનશે અને આ રોબોટને સેના માટે તૈયાર કરી શકાશે.

વિજ્ઞાનીઓની શોધથી હવે એ દિવસો દૂર નથી કે જ્યારે સીમા પર સેનાના જવાનોની સાથે રોબોટ પણ દુશ્મનો સામે બાથ ભીડશે.
યુએસ આર્મી રિસર્ચ લેબોરેટરી અને ઓસ્ટિન સ્થિત ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ એક વિશિષ્ટ વાત પર વિચાર કર્યો હતો, જેમાં એક વ્યકિત રિયલ ટાઇમમાં રોબોટ સુધી પોતાની પ્રતિક્રિયા પહોંચાડવામાં સક્ષમ હશે.

આ માટે સંશોધકોએ ટ્રેનિંગ એન એજન્ટ મેન્યુઅલી વાયા ઇવેલ્યુએ‌િટવ રિઇન્ફોર્સમેન્ટ તૈયાર કર્યું અને એક નવી અલ્ગોરિધમ ડીપ ટીએએમઇઆઇ તૈયાર કરાઇ. આ અલ્ગોરિધમ ટીએએમઇઆઇનું વિસ્તૃત રૂપ છે, જેમાં એક મશીનને અલ્ગોરિધમ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવે છે અને તેના દ્વારા તેના મગજને માનવ ટ્રેનર દ્વારા વિવિધ વીડિયો અને વાતચીત અને વિશેષ કાર્ય માટે ટ્રેનિંગ અપાય છે તેમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધું રિયલ ટાઇમમાં થાય છે. તેથી રોબોટ યુદ્ધના મેદાન પર હોય તો માનવ ટ્રેનર તેને એ જ સમયે કોઇ ખાસ ટાસ્ક માટે તૈયાર કરી શકે છે.

સાચું-ખોટું સમજી શકશે
ટીમે એવી ઘણી બધી સ્થિતિનો અભ્યાસ કર્યો, જે માટે વ્યક્તિ મશીન તૈયાર કરી શકશે. દા.ત. સારી નોકરી કે ખોટી નોકરી. સંશોધકોએ જણાવ્યું કે વર્તમાનમાં એવી ઘણી બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક રહેલી છે, જેના દ્વારા રોબોટ પોતાની આસપાસના માહોલમાંથી કંઇક શીખી શકે છે, તે અનુસાર ખુદને ઢાળી શકે છે અને કોઇ ખાસ ટાસ્ક કરી શકે છે. આ પ્રક્રિયામાં તેના દ્વારા ઉઠાવાયેલું પગલું ખોટું પણ હોઇ શકે છે, જોકે તેની ગતિને નિયંત્રિત કરવાની સાથે-સાથે તેનો ટ્રેનર તેને કોઇ ખોટું પગલું ભરતાં પણ રોકશે.

You might also like