Categories: Gujarat

KYC રજિસ્ટ્રેશન વગરની મિલકત પર હવે તવાઈ?

અમદાવાદ: રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કરવાના નિર્ણય બાદ હવે મોદી સરકાર બિલ્ડર સામે તેમનાં કાળાં નાણાં અને બેનામી સોદાઓ પર ત્રાટકનાર છે. ગોવામાં જુસ્સાદાર પ્રવચન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે દેશમાં કાળાં નાણાં અને બેનામી સોદા સામે કાર્યવાહી કરવા માટે તેમના મનમાં અનેક પ્રોજેક્ટ છે.

મોદી સરકાર જાણે છે કે બેનામી મિલકતોના સોદામાં કરોડો અને અબજો રૂપિયાનું કાળું નાણું રોકવામાં આવ્યું છે. પ્રોપર્ટી નિષ્ણાતોનું માનવું છે કે મોદી સરકાર હવે આ પ્રકારના તમામ પ્રોપર્ટી સોદા માટે ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી) રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવીને પ્રોપર્ટીના બેનામી સોદાઓ સામે ત્રાટકશે. આ પગલાંથી તમામ મિલકતોના માલિકોએ (રહેણાક, વાણિજ્ય અને જમીનના પ્લોટના સોદા સહિત) ફરજિયાત કેવાયસી રજિસ્ટ્રેશન કરાવીને પોતાની ઓળખ આપવી પડશે. જેમના નામે બેનામી મિલકતો હશે તેમને જેલમાં જવું પડશે અને તેમની મિલકતો પણ સરકાર જપ્ત કરી લેશે. આ માટે જ મોદીએ ગોવા ખાતે જણાવ્યું હતું કે અહીં કાર્યવાહીનો અંત આવી જતો નથી.

ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે મારા મનમાં અનેક પ્રોજેક્ટ છે. અમે બેનામી મિલકતો વિરુદ્ધ કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને ડામવા માટે આ એક મોટું પગલું હશે. ખાસ કરીને બેનામી ટ્રાન્ઝેકશન એક્ટમાં સુધારા બાદ મોદી સરકારના બિલ્ડર અને બેનામી પ્રોપર્ટી ધરાવતા લોકો સામે ત્રાટકે તેવી શક્યતા છે. ડાયરેક્ટ લેન્ડ ટ્રાન્ઝેકશનમાં સુસ્તી વચ્ચે જોઈન્ટ વેન્ચર (જેવી), જોઈન્ટ ડેવલપમેન્ટ (જેડી) અથવા કોર્પોરેટ લેન્ડ ડિસઈન્વેસ્ટમેન્ટ પર જૂની નોટો રદ થવાની અસર પડશે નહીં.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago