ટ્રાઈનું મહત્વ નું પગલુંઃ હવે માત્ર બે જ દિવસમાં મોબાઇલ નંબર પોર્ટ થઈ શકશે

નવી દિલ્હી: જો તમે તમારી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીથી ખુશ ન હો અને તમે તમારો મોબાઇલ નંબર બદલવા ઇચ્છતા હો તો તમારા માટે ખુશખબર છે. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનટી) સુવિધા હેઠળ અરજી કરવા માગતા ગ્રાહકો માટે સારા સમાચાર છે.

હવે તમારો મોબાઇલ નંબર માત્ર બે જ દિવસમાં બીજી કંપનીમાં પોર્ટ થઇ જશે. આ માટે ટેલિકોમ નિયામક ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી અંગે એક નવો ડ્રાફટ તૈયાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાઇ તરફથી તૈયાર કરવામાં આવેલ આ નવા ડ્રાફટ મુજબ હવે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વર્તમાન સાત દિવસની સમયમર્યાદા ઘટાડીને બે દિવસની કરવામાં આવી છે.

જોકે જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તરનાં રાજ્યમાં આ નવો નિયમ લાગુ પડશે નહીં. આ રાજ્યમાં પહેલાંની જેમ જ ૧પ દિવસની સમયમર્યાદા મોબાઇલ પોર્ટેબિલિટી માટે અમલમાં રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકોનો અભિપ્રાય મેળવવા આ ડ્રાફટને જાહેર કરવામાં આવશે. ભારતમાં ર૦૧૧માં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ લેવા માટે પહેલાં ટ્રાઇ દ્વારા રૂ.૧૯ની ફી નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાહકોની ફરિયાદ બાદ ટ્રાઇએ આ ફી ઘટાડીને રૂ.૪ કરી દીધી હતી. ફી ઘટાડાના કારણે પોર્ટેબિલિટીની સેવા આપતી કંપનીઓની ખોટ વધી રહી છે.

આ કારણસર કંપનીઓએ માર્ચ ર૦૧૯થી સેવા આપવાનો ઇનકાર કર્યો છે. આમ તો દેશમાં ર૦૧૧થી જ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ થઇ ગઇ હતી, પરંતુ દેશના કોઇ પણ એક શહેરથી બીજા શહેરમાં નંબર પોર્ટ કરાવવાની સુવિધા ૩ મે, ર૦૧પથી શરૂ થઇ હતી. મોબાઇલ નંબર ગ્રાહક કોઇ પણ કંપનીની સેવાઓ ૯૦ દિવસ સુ‌ધી ઉપયોગમાં લીધા બાદ પોર્ટેબિલિટી સેવાનો લાભ લઇ શકે છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago