Categories: Business

ભારતમાં વિદેશી રોકાણકારો માટે હવે નિયમો સરળ કરાશે

નવી દિલ્હી: ભારત વિદેશી રોકાણકારો માટેના નિયમો વધુ સરળ બનાવવા માગે છે. આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસે જણાવ્યું હતું કે સરકાર વિદેશી રોકાણકારો માટે મંજૂરીની કડાકૂટ ઓછી કરનાર છે. તેમણે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોનો અમલ કરવાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે મહત્ત્વનાં મંત્રાલયો દ્વારા ખાસ કરીને વિદેશી રોકાણની દરખાસ્તો પર કોઇ પણ પ્રકારનો વિલંબ કરવામાં આવશે નહીં.

વોશિંગ્ટનમાં આઇએમએફ-વર્લ્ડ બેન્કની બેઠકો અને અમેરિકામાં ત્રણ ઇન્વેસ્ટર્સ શિખર પરિષદમાં ભાગ લઇને પરત આવેલા શશિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતને લઇને વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે.

શશિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને હાઇવે, સિંચાઇ અને રેલવે જેવા મંત્રાલયો તેમજ જાહેર ક્ષેત્રનાં સાહસો માટે વિદેશી મૂડીરોકાણ માટે ઓટોમેટિક મંજૂરી આપવાની સિસ્ટમ દાખલ કરવામાં આવશે. સરકાર બિઝનેસ માટે અનુકૂળ માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરશે. અમે હવે વધુ સેક્ટરને ઓટોમેટિક રૂટ હેઠળ લાવવા માગીએ છીએ અને આ માટે રોકાણકારોએ માત્ર એક જ પ્રક્રિયા કરવી પડશે. તેનાથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસે રોકાણની ઓછામાં ઓછી દરખાસ્તો મંજૂરી અર્થે આવશે.

એફડીઆઇ સુધારાના આખરી દોરમાં સરકારે સંરક્ષણ અને નાગરિક ઉડ્ડયન જેવાં ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા વધારી હતી અને અન્ય અનેક સેક્ટરમાં ઓટોમેટિક રૂટ દ્વારા રોકાણ કરવાની મંજૂરી આપી હતી. દાસે જણાવ્યું હતું કે ભારતમાં મૂડીરોકાણ લાવવા એફઆઇપીબી પ્રોસેસને ઝડપી કરવી પડશે તેમજ ઓટોમેટિક રૂટ હેઠળનાં ક્ષેત્રો વધારવાની દિશામાં ધ્યાન આપવું પડશે.

Krupa

Recent Posts

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

6 mins ago

મેચમાં ભારતની સ્થિતિ મજબૂત જોઈને પરવેઝ મુશર્રફે સ્ટેડિયમમાંથી ચાલતી પકડી

દુબઈઃ દેશદ્રોહના મામલામાં પાકિસ્તાન છોડી ગયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ગઈ કાલે ભારત-પાક. વચ્ચેની મેચ જોવા દુબઈ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.…

17 mins ago

શેરબજાર પર RBI અને સેબીની ચાંપતી નજર

મુંબઇ: ઘરેલુ શેરબજારમાં શુક્રવારે ભારે ઊથલપાથલને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું છે કે નાણાકીય બજાર…

46 mins ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત્, મુંબઈમાં પેટ્રોલે રૂ. 90ની સપાટી વટાવી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો…

49 mins ago

સેલવાસમાં ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી…

53 mins ago

પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં…

57 mins ago