મ્યુનિસિપલના મેયર સહિતના હોદ્દેદારો માટે હવે નવી કાર ખરીદાશે

અમદાવાદ: ગત તા. ૧૪ જૂને શહેરના પાંચમા મહિલા મેયરપદે બીજલબહેન પટેલ આરૂઢ થયાં હતાં. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે અમૂલ ભટ્ટે જવાબદારી સંભાળી હતી. શાસક ભાજપના ટોચના પાંચ હોદ્દેદાર ઉપરાંત આજે સવારે મળનારી નીચલી કમિટીઓની પ્રણાલિકા મુજબની કમિટી બેઠકમાં જે તે ચેરમેન ચૂંટાઈ આવશે એટલે કે વર્તમાન ૨૦૧૫થી ૨૦૨૦ની ટર્મની છેલ્લી અઢી વર્ષની મુદત માટે તથા શાસકોની વરણીની પ્રક્રિયા પૂર્ણ થશે. આની સાથે સાથે આ નવા શાસકો માટે નવી ગાડી ખરીદવાની કવાયત પણ હાથ ધરાઈ છે.

ગત ઓક્ટોબર-૨૦૧૫ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો સતત ત્રીજી ટર્મ માટે વિજય થતાં પક્ષે હેટ્રિક નોંધાવી હતી. તત્કાલીન મેયર ગૌતમ શાહની આગેવાની હેઠળ શાસક પક્ષની ટીમ દ્વારા જૂની ગાડી વપરાશમાં લેવાઈ હતી, પરંતુ હવે નવા શાસકો માટે આગામી દિવસોમાં નવી ગાડી ખરીદાય તેવી શક્યતા પ્રબળ બની છે.

ટોચના હોદેદ્દારો માટે વર્ના ગાડી અને નીચલી કમિટીઓના ચેરમેન માટે સ્વિફ્ટ ડિઝાયર આઠેક વર્ષ પહેલાં વહીવટીતંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદાઈ હતી. આ સઘળી ગાડીની અંદાજે બે લાખ કિ.મી.ની વહન ક્ષમતા હોઇ તેનાથી પણ વધુ કિ.મી. સુધી ગાડી ફરી હોઈ તેની ક્ષમતા પૂરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિણામે કેટલાક હોદેદ્દાર દ્વારા નવી ગાડીની માગણી ઊઠતાં નવી ગાડીને લગતી માહિતી તંત્ર દ્વારા એકઠી કરાઈ રહી છે.

જાણકાર સૂત્રો કહે છે, ડેપ્યુટી મેયરની ગાડી આજ‌િદન સુધીમાં ૨,૦૨,૦૨૬ કિ.મી, શાસક પક્ષના નેતાની ગાડી ૧,૮૩,૦૫૦ કિ.મી., વિપક્ષના નેતાની ગાડી ૧,૬૯,૨૦૩ કિ.મી. તથા દંડકની ગાડી ૨,૨૬,૪૫૦ કિ.મી. ફરી ચૂકી છે, જેના કારણે નવી ગાડી ખરીદવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

17 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

17 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

18 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

18 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

18 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

18 hours ago