Categories: India

દેશમાં ફરી પત્રકારની હત્યા: હવે UP માં યુવાન પત્રકારની ગોળી મારી હત્યા

કાનપુર: દેશમાં પત્રકારોની હત્યાનો સિલસિલો રોકાવાનું નામ લેતો નથી. બેંગલુરુમાં વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશ અને ત્રિપુરામાં પત્રકાર સુદીપ દત્ત ભૌમિકની હત્યા બાદ હવે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પત્રકારની હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

કાનપુરના બિલહૌરમાં અજાણ્યા હુમલાખોરોએ યુવા પત્રકાર નવીન ગુપ્તાની ગોળી મારીને હત્યા કરી હતી. બાઈક પર આવેેલા હુમલાખોરોએ તેમને પાંચ ગોળી ધરબી દઇને તેમની હત્યા કરી હતી. તેઅો એક દૈનિક અખબારમાં ફરજ બજાવતા હતા. પોલીસ અધીક્ષક (રૂરલ) જયપ્રકાશે જણાવ્યું હતું કે ૩પ વર્ષીય નવીન ગુપ્તા જ્યારે રસ્તા પર આવેલા એક જાહેર શૌચાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને ગોળીઓથી વિંધી દેવામાં આવ્યા હતા.

હોસ્પિટલ જતી વખતે રસ્તામાં જ નવીન ગુપ્તાએ છેલ્લા શ્વાસ લીધા હતા.હુમલાખોરોની સંખ્યા ત્રણથી ચાર હોવાનું જણાવાય છે. આ પત્રકારની હત્યાના સમાચાર મળતાં જ જિલ્લાના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને બોલાવવામાં આવી હતી. લખનૌમાં મુખ્ય સચિવ (માહિતી) અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યકત કર્યું છે.

તેમણે ડીજીપી સુરખાનસિંહને આ ઘટનાની તપાસ જલદી કરાવવા અને અપરાધીઓની ધરપકડ કરવાના આદેશ જારી કર્યા છે. પોલીસ અધિકારીઓને હજુ સુુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. જોકે પ્રથમ દૃષ્ટિએ આ કોઇ જૂની અદાવતનો કિસ્સો હોવાનું જણાવાય છે. સ્થાનિક પત્રકારો અને પત્રકાર સંઘે આ હત્યાકાંડ બાદ તાત્કાલિક બેઠક બોલાવીને હત્યાને વખોડી કાઢી હતી.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

23 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

23 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

23 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

23 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

23 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

24 hours ago